- 250 કરતા વધારે લોકોને ફૂટ પોઈઝનની અસર
- ફૂટ પોઈઝન ની અસર નાના બાળકો ની સંખ્યા વધારે હતી
- ધટના સ્થળે 108 દોડી ગય હતી ને જસદણ સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા
જસદણ ન્યૂઝ : જસદણના ગોખલાણા ગામ સમસ્ત દ્વારા મેલડી માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. માતાજીના માંડવામાં ઘણા ભક્તો અહી આ માતાજીના માંડવનો લ્હાવો લેવા માટે પધાર્યા હતા. જસદણમાં આ માતાજીના માંડવામાં રાત્રે જમવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જમવાના કારણે 250 લોકોને એકસાથે જ ફૂટ પોઈઝન થતાં રાત્રે દોડ ધામ મચી જવા પામી હતી. આ ઘટના સામે આવ્યા બાદ 108 તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અસરગ્રસ્ત લોકોને જસદણ સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે કેટલાક લોકોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
કાળુ રાઠોડ