‘હિટ ઈન્ડિયા-ફીટ ઈન્ડિયા’ માટે રમાબેન માવાણી દ્વારા રાજયકક્ષાનો સેમીનાર યોજાશે
કેન્દ્ર અને રાજય સ2કા2 ના આદેશ અનુસાર વોઈસ , ન્યુ દિલ્હી તથા રાજકોટ શહેર / જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા આગામી તા .16 / 07 / 22 શનિવારના સવારના 10:00 કલાકે રાજકોટ મુકામે આગળના ભાગનો પેક લેબર્લીંગ અને ઉૌગની ભુમીકા ” વિષયે એક દિવસીય રાજયકક્ષાના સેમીનારનું આયોજન કરવામા આવેલ છે.
ભારતમા મોટાભાગના લોકો વધુ વજન અને મેદસ્મીતતાથી પીડાય છે. દેશમાં 1.5 લોકો વધુ વજન અને શરીરની જાડાઈ ધરાવે છે. આવા લોકોને હદયરોગ , ડાયબીટીસ , બ્લડપ્રેશરની બિમારીઓ નાની ઉંમરમા આવે છે . જેના કારણે દેશમા બિમારોની સંખ્યા વધે છે. અને મૃત્યુ દર ઉંચ્ચો જાય છે . આમ જનતાની આરોગ્યની સુવિધા દેશમા પાંગળી થતી જાય છે. જેથી લોકોને ગુણવત્તાયુકત આરોગ્ય સુવિધા અને સારવાર ઉપલ્બઘ્ધ થતી નથી. આરોગ્ય સુવિધા વધારવા માટે કેન્દ્ર સરકારની મોટી નાણાકીય જોગવાઈ કરવી પડે છે. જેનાથી દેશના વિકાસનો દર નીચે રહે છે . આ વીષચક્રને રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લોકજાગૃત્તિ માટે કાર્યક્રમો શરૂ કરવામા આવેલ છે. જેના ભાગરૂપે રાજકોટમા કાર્યક્રમનું આયોજન કરવામા આવેલ છે. દેશની મોટાભાગની જનતામા પેક ખાદયપદાર્થો ખાવાની ફેશન બની ગયેલ છે . આપણને મળતા પેક ખોરાકમા નિશ્ચીત માત્રા કરતા મીઠું , ખાંડ અને ચરબીયુકત પદાર્થો વિસ્તૃત પ્રમાણમા હોય છે . જેના કારણે નાગરીકોમા ગંભીર બિમારીઓ અને મૃત્યુ દર વધે છે. આ પરિસ્થિતીને 2ોકવા દેશભરમા કેન્દ્ર સરકાર સાથે વોલેન્ટરી ઓર્ગેનાઈઝેશ ઈન ધ ઈન્ટરેસ્ટ ઓફ ક્ધઝયુમર એજયુકેશન , દિલ્હી તથા રાજકોટ શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ વિગેરે મળી કાર્યક્રમનો આયોજન કરેલ છે.