પ્રધાનમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર ભાઈ મોદીના આહવાન ને અનુસરીને સમગ્ર વિશ્વમાં 2023 ના વર્ષને મિલેટ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. ત્યારે સોમનાથ તીર્થમાં આવતા યાત્રીઓને પણ  જાડા અનાજની વાનગીઓ સમગ્ર સપ્તાહ દરમિયાન પીરસવામાં આવી રહી છે.

millet mahotsav 4
????????????????????????????????????

સોમનાથ ટ્રસ્ટના  ભોજનાલયમાં એક સપ્તાહ સુધી જાડા અનાજની વાનગીઓ શ્રદ્ધાળુઓને ભોજન પ્રસાદમાં પીરસવામાં આવશે. આ કાર્યક્રમનો પ્રારંભ ગીર સોમનાથ જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલ અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જેડી પરમારના હસ્તે કરવામાં આવ્યો હતો. આ તકે ગીર સોમનાથ જિલ્લા વિકાસ અધિકારી રવીન્દ્ર ખતાલે, ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, અને સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી.

millet mahotsav 6

પ્રધાનમંત્રીનરેન્દ્ર ભાઈ મોદી દ્વારા આખા વિશ્વને જાડા અનાજના સ્વાસ્થ્યલક્ષી ફાયદાઓ સમજાવીને વિશ્વને સ્વસ્થ દિનચર્યા તરફ વાળીને દેશના ખેડૂતો માટે જાડુ અનાજ પકાવવાની ઉત્તમ તક નું સર્જન કરતો મિલેટ મહોત્સવ પ્રારંભ કરવામ સો આવ્યો છે. દેશના ખેડૂતોના સન્માનમાં અને આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં સ્વાસ્થ્યપ્રદ ખોરાક ગ્રહણ કરવાના સંદેશ સાથે મિલેટ મહોત્સવ સોમનાથમાં આગામી એક સપ્તાહ સુધી ચાલશે.

મિલેટ મહોત્સવ ના પ્રથમ દિવસે 1500 થી વધુ લોકોએ સોમનાથ મહાદેવનો જાડા અનાજથી બનેલ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો. સમગ્ર સપ્તાહ દરમિયાન જુદાજુદા જાડા અનાજ દ્વારા બનેલ ભોજન શ્રદ્ધાળુઓને સાંજના સમયે પીરસવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.