વિશ્વભરમાં કોરોના વાયરસનો પકોપ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાવચેતીના ભાગરૂપે દેશભરમાં ૨૧ દિવસનું લોકડાઉન કર્યુ છે. ત્યારે રાજકોટમાં કાનુડા મિત્ર મંડળ દ્વારા શાળા નંબર ૫૧ ખાતે ગરીબ તથા જરૂરીયાતમંદ લોકો માટે અનાજની કિટ તૈયાર કરવામાં આવી રહી છે. જેમાં જીવનજરૂરી કરિયાણું જેવું કે ઘઉંનો લોટ, તેલ, ચોખા, તુવેર દાળ, મગ, ચણા, ખાંડ સહિતની વસ્તુઓ આપવામાં આવી રહી છે. અને કલેકટર તંત્રને સુચના મુજબ વિસ્તારોમાં કિટનું વિતરણ કરવામાં આવનાર છે.

vlcsnap 2020 03 30 09h02m03s230

અબતક સાથેની વાતચિત દરમિયાન કાનુડા મિત્ર મંડળના પ્રમુખ કેતનભાઇ પટેલએ જણાવ્યું હતુ કે અત્યારે કોરોનાની મહામારીને લઇ ભારતમાં લોકડાઉન કરવામાં ખાલું છે. ઘણા ગ્રમજીવો જે રોજનું લઇ રોજ ખાતા હોય ત્યારે આવી પરિસ્થિતીમાં તેમને ભોજન ન મળતું હોય તો અમે આજે અમે બે હજાર અનાજકીટ તૈયાર કરી છે જે અમે કલેકટર તંત્ર, તેમજ આજુબાજુના વિસ્તારના કાર્યકર્તાઓને જે સુચના આપે તે સુચના મુજબ કીટનું વિતરણ કરવામાં આવશે. જેમાં ઘઉંનો લોટ, તેલ, ચોખા, ખાંડ, મગ, ચણા સહીતની જરૂરીયાતની વસ્તુઓ ભેગી કરી કીટ બનાવી છે. આ સતકાર્ય માટે અમારા મિત્ર વર્તૃળનો સહકાર મળી રહ્યો છે.

vlcsnap 2020 03 30 09h00m08s169

અબતક સાથેની વાતચિત દરમિયાન હરેશભાઇ જોશીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીએ ભારતમાં ૨૧ દિવસના લોકડાઉનની અપીલ કરી છે. ત્યારે ગરીબ, જરૂરીયાતમંદના લોકો જે રોજ લઇ રોજ જમતા હોય, તેવા લોકોને અનાજ કિટ વિતરણ કરવા કાનુડા મિત્ર મંડળના પ્રમુખ કેતનભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમ દ્વારા અનાજની કીટ તૈયાર કરવામાં આવી છે. જેમાં તમામ જરૂરી ઘઉં, ચોખા, ખાંડ, મગ સહિતની વસ્તુઓ આપવામાં આવી છે. અમે આ કિટ કલેકટર તંત્ર જણાવશે તે મુજબ આ અનાજની કિટનું વિતરણ કરાશે. મુખ્યમંત્રીએ અપીલ કરી છે. આજે પ્રથમ રાઉન્ડમાં બે હજાર કિટ બનાવી છે. જયા સુધી લોકોને જરૂરત હશે ત્યાં સુધી અનાજની કિટ બનાવીશું અને વિતરણ કરીશું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.