વિશ્ર્વભરના દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ હીઝહોલીનેશ ડો. સૈયદના આલીકદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ (ત.ઉ.શ.) ના ફરમાન મુજવતા તાજેતરમાં વર્લ્ડ ફુડ ડે ના દિવસે પ્રોજેકટ રાઇસ હેઠળ દાઉદી વ્હોરા સમાજની સ્કુલ ના બાળકો તેમજ જયાયતના આગેવાન દ્વારા વિશ્ર્વભરમાં જરુરીયાત મંદ લોકોને તેમના ઘરે ઘરે જઇને અનાજની કીટ તથા જમણ પહોચાડવામાં આવ્યું
હતું. સાથે જમણનો એકપણ દાણો વેસ્ટ ન કરવા દરેક ને અપીલ કરાઇ હતી. અને આ માટે સ્કુલના બાળકો દ્વારા બેનર સાથે રેલી પણ નીકળી હતી. વિશ્ર્વભરમાં જયા જયા દાઉદી વ્હોરા સમાજ વસે છે તે ગામે ગામ વર્લ્ડ ફુડ ડે ના દિવસે આ આયોજન કરાયું હતું.
દાઉદી વ્હોરા સમાજ દ્વારા વર્લ્ડ ફુડ ડે નિમિત્તે ફુડ કીટનું વિતરણ
Previous Articleગ્રામીણ શાળાનાં વિદ્યાર્થીઓ માટે સંસ્કૃત શ્ર્લોકગાન અને ગુજરાતી વકતૃત્વ સ્પર્ધા યોજાઈ
Next Article ખોડલધામ નવરાત્રી વેસ્ટ ઝોન ફરી રચશે એક નવો ઈતિહાસ