શુદ્ધ ખોરાકથી સારી તંદુરસ્તી મળે: આપણું રસોડુ એ એક વિજ્ઞાન કેન્દ્ર: દર્શના અનડકટ

 

આપણું શરીર પંચમહાભૂત તત્વથી બનેલછે હવા પાણી આકાશ વાયુ અને પ્રકાશ આ પાંચ તત્વોના સંયોજનથી સૃષ્ટિનું સર્જન થયેલ છે પાંચ તત્વો પૈકી કોઈપણ એક તત્વની ખામી હોય તો આ સૃષ્ટિ ઉપર જીવન શક્ય નથી તેવી જ રીતે જીવન ટકાવી રાખવા માટે ખોરાક સૌથી મહત્વનું પાસું છે રોજીંદી જીવન શૈલી માટે આપણે રોજે રોજ આહાર અને પોષણયુક્ત ખાદ્ય ખોરાકની જરૂર પડે છે એક દિવસ પણ ખોરાક ન લેવામાં આવે તો આપણું જીવન અસ્તવ્યસ્ત બની જાય છે એટલે તો આયુર્વેદા અને નેચરોપેથીમાં કહેવામાં આવ્યું છે કે ઋજ્ઞજ્ઞમ શત ળયમશભશક્ષય અથવા આહાર એ જ ઔષધ એ કોઈ નવો સિદ્ધાંત નથી.

તત્ત્વ નેચરોપીથીના ડો. રસીલાબેન પટેલે જણાવ્યુ હતુ કે તત્વો પૃથ્વી પરના તમામ જીવોનો મુખ્ય પાયો છે. આપણો ખોરાક શુદ્ધ અને સુપાચક હોવો જોઈએ હાલના યુગમાં બહારના ભોજનથી આપણે રોગને આમંત્રણ આપીએ છીએ.અશુદ્ધ ખોરાક શરીરમાં અનેક પ્રકારના રોગો ઉત્પન્ન કરે છે. સગર્ભા સ્ત્રીઓ અશુદ્ધ ખોરાક લે છે ત્યારે તેની અસર જન્મજાત બાળકો ઉપર ઊભી થાય છે કુપોષણ થી બાળકમાં ગંભીર રોગો ઉત્પન્ન થાય છે. આપણું શરીર એક જીવન યંત્ર છે તેને જરૂર મુજબનું પોષણ આપવામાં ન આવે તો લાંબા સમયે યંત્ર કામ કરતું બંધ થઈ જાય છે. આ માટે આપણા શરીરને તંદુરસ્ત રાખવા માટે રોજબરોજ શુદ્ધ અને ગુણવત્તા યુક્ત ભોજન લેવું જરૂરી છે.

આપણે જે ખોરાક ખાઈએ છીએ તે એક પ્રકારની આંતરિક રોગો દૂર કરવાની એક જડીબુટ્ટી સમાન ઔષધ છે. ખોરાક એ શરીરની અંદર તથા બહારથી રોગો સામે રક્ષણ આપે છે. પાચક દ્રવ્યો શરીરમાં શક્તિનું સંશ્લેષણ કરે છે. અપાચ્ય ખોરાક શરીરમાં ઝેરી તત્ત્વો ઉત્પન્ન કરે છે તેથી આપણો ખોરાક કેવો હોવો જોઈએ? ક્યારે લેવો? કેટલા પ્રમાણમાં લેવો? અને કેવી રીતે લેવો? તે એક મહત્વપૂર્ણ બાબત છે. ફૂડલિંગ અરાઉન્ડના ક્રિષ્ના વડાલિયા ભારપૂર્વક માને છે ,વજન ઘટાડવું અથવા ઇંચ ઘટાડવું જેવા ટૂંકા ગાળાના લક્ષ્યો હાસલ કરવા માટે તંદુરસ્ત આહાર અને કસરત કરવી એ વ્યક્તિનો અભિગમ ન હોવો જોઈએ. પરંતુ વ્યક્તિએ યોગ્ય ખોરાક લેવા અને તણાવ મુક્ત જીવનને સંતુલિત કરવાના વિચાર પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. બાળકોને પણ ઉંમરથી જ સ્વસ્થ આહારની આદત બનાવો. તે કંઈ રાતોરાત કે અમુક સમયગાળામાં નહી શીખી જાય. એટલે કે તેને આપડી આદત બનાવવી પડશે. એટલે બની શકે ત્યાં સુધી ઘરનો ખોરાક ખાઓ.અનાજ અને કઠોળનો તેમજ વધુમાં વધુ મોસમી શાકભાજી અને ફળો ખોરાકમાં લેવા જોઇએ.

સલાડ સ્ટુડિયોના હેલ્ધી ફૂડ ડિઝાઈનર દર્શના અનડકટ જણાવે છે કે હેલ્ધી ફૂડ એટલે કાચો કે સ્વાદ વગરનો ખોરાક નથી.રસોડું એ એક વિજ્ઞાન છે.શરીરને જરૂરી તમામ પોષક તત્વો મળી રહે તેમજ યોગ્ય પ્રમાણમા મસાલાનો ઉપયોગ કરીને જો યોગ્ય ખોરાક બનાવવામાં આવે તો ઘરમાં જ હેલ્ધી અને સ્વાદિષ્ટ ખોરાક મળી રહે. જે સ્વસ્થ રહેવામાં મદદ કરે છે. ખોરાકમાં મહત્વના ત્રણ પરિબળ એટલે હેલ્થ, હાઇજીન અને ટેસ્ટ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.