Abtak Media Google News

સામાન્ય વિચાર સરણી મુજબ પશુઓને ઘાસચારો અને પક્ષીઓને ચણ આમ બે વાતોથી આપણે પરિચીત હોઇએ તે સ્વાભાવિક છે. પરંતુ પશુ-પક્ષીઓની તંદુરસ્તી જાળવવા માટે ખોરાક એક મહત્વની બાબત છે.

જીવદયા સંસ્થાઓમાં ગાયભેંસ જેવા પાલતુ પ્રાણી વિશેષ હોય છે. પરંતુકુદરતમાં વિહરતા પશુ-પક્ષી પણ કયારેક સંસ્થાઓનો આશ્રય મેળવતા હોય છે. જુદા જુદા પશુ-પક્ષીને ખોરાક આપવા માટે ઉપયોગી થાય તે અર્થે ખોરાક પત્રક આ સાથે રજૂ કરેલ છે.

જુદા જુદા પશુ-પક્ષીનું ખોરાક પત્રક

પોપટ-ચોળા, તુવેરશીંગ, પપૈયા, કેરી, કાકડી, શેરડી, રાયણ, જામફળ, મરચા, ગાજર-50ગ્રામ, મગફળી-50ગ્રામ, જુદા જુદા બીજ-100ગ્રામ, સુર્યમુખીના બીજ-25ગ્રામ

કબૂતર-ઘઉં-25ગ્રામ, જુવાર-25ગ્રામ, ચોખા-25ગ્રામ

મોર-બાજરો-25ગ્રામ, ઘઉં-25ગ્રામ, જુવાર-25ગ્રામ, રોટલ-50ગ્રામ, લીલાશાકભાજી-75ગ્રામ, મગફળીના દાણા-20ગ્રામ.

કોયલ-મિશ્રધાન્ય-50ગ્રામ, મિશ્ર કઠોળ-25ગ્રામ, પપૈયુ-50ગ્રામ.

બજરીગર/લવબર્ડ-કાંગ-10થી15ગ્રામ, કોથમીર/પાલક-10થી15ગ્રામ.

કોકટીલ-લીલાશાકભાજી-25ગ્રામ, બ્લેકશીડ મીકસ-20થી25ગ્રામ.

લવબર્ડઝ-કાંગ, બ્લેકશીડ, બાજરી, કોથમીર-15થી20ગ્રામ

મેના/બુલબુલ-પપૈયુ, કેળા તથા અન્ય ફળ-20થી50ગ્રામ.

મુનીયા/ફિન્ચ-કાંગ, બ્લેકશીડ, કોથમીર-5થી10ગ્રામ.

તેતર- જુવાર, બાજરી-25ગ્રામ.

કુંજ-મગફળી-50ગ્રામ.

વાંદરા-પલાળેલ ચણા-150થી 200 ગ્રામ, ફળ-શાકભાજી-100થી 200ગ્રામ, કેળા-2, શીંગદાણા 50ગ્રામ.

નીલગાય-લીલાચારો-15કિ.ગ્રામ, સૂકોચારો-2થી4કિ.ગ્રામ.

કાચબા- પથરાયા-ચણા-15થી20ગ્રામ, લીલા શાકભાજી-15થી20ગ્રામ, રજકો-20થી 25ગ્રામ.

બકરા-લીલોચારો-2થી3કિ.ગ્રામ, સૂકોચારો-1થી2કિ.ગ્રામ.

લવારા-લીલોચારો-1થી2કિ.ગ્રામ, સૂકોચારો- 1થી2કિ.ગ્રામ.

ઘેટા-લીલોચારો-2થી3કિ.ગ્રામ, સૂકોચારો 1થી2કિ.ગ્રામ.

ગાડરડા-લીલોચારો-1કિ.ગ્રામ, સૂકોચારો-1કિ.ગ્રામ.

અશ્વ-લીલોચારો-15થી20કિ.ગ્રામ, સુકોચારો-6થી8કિ.ગ્રામ, જરૂર મુજબ જોગાણઆપવું.

ગદર્ભ- લીલોચારો-8થી10કિ.ગ્રામ, સૂકોચારો 4થી6કિ.ગ્રામ.

ઉટ-લીલોચારો-30કિ.ગ્રામ. સૂકોચારો-10થી15કિ.ગ્રામ, ગોવાત્ર અને મગફળીનો પાલોપસંદગીનો ખોરાક છે.

સસલા-ચણા-50ગ્રામ, રજકો-400ગ્રામ.

ખીસકોલી-મીશ્રધાન્યફળ, મગફળી, ફળો વગેરે આપી શકાય.

ચિતલ, કાળીયાર, હોગડિઅર, -લીલોચારો-5કિ.ગ્રામ, સૂકોચારો-2કિ.ગ્રામ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.