ભેળસેળીયા તત્વો બેફામ બનતા જન આરોગ્ય પર મોટુ જોખમ : સામાજિક કાર્યકરની કલેક્ટરને રજુઆત

મોરબી જિલ્લો બન્યો તેને ચાર વર્ષ થવા આવ્યા છતાં ફુડ ઇન્સપેકટરની કાયમી નિમણૂક કરવામાં આવી નથી જેના કારણે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળનું પ્રમાણ વધ્યું છે. ખુલ્લામાં વેચાતાં વાસી ખાધપદાર્થ દ્વારા જન આરોગ્ય સાથે ગંભીર ચેડા થઇ રહ્યા છે. ત્યારે આ અંગે એક જાગૃત નાગરિકે જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી.

સામાજિક કાર્યકર રાજુભાઈ દવેએ જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી કે મોરબી નગરપાલિકા એ ગ્રેડની ગણાય છે પરંતુ આ એ ગ્રેડની પાલિકામાં છેલ્લા ૨૦ વર્ષથી ફૂડ ઇન્સ્પેકટર નથી. હાલમાં ઈન્ચાર્જ દ્વારા ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે ખાદ્ય વસ્તુઓ ઉપર કોઇ કાર્યવાહી થતી ન હોવાથી ભેળસેળ વાળી વસ્તુઓ બેફામ વેચાઈ રહી છે. ઉપરાંત અખાદ્ય વસ્તુઓના લીધે જમણવારના પ્રસંગોમાં ઝાડા-ઊલટીના બનાવો પણ અવારનવાર બનતા રહે છે.

વધુમાં તેઓએ ઉમેર્યું કે કેરીને કાર્બનથી પકવીને વેચાણ કરવા છતાં આ અંગે કોઈ કાર્યવાહી કરાતી નથી. ભેળસેળિયુંકત ખાદ્ય વસ્તુઓના વેચાણથી ઉનાળામાં પાણી જન્ય રોગો થવાની સંભાવના વધી જાય છે . ફરસાણ, મીઠાઈ અને આઈસ્ક્રીમનું પણ પડતર વેચાણ થતું હોવા છતાં યોગ્ય રીતે ચેકિંગ કરાતું ન હોવાથી ખુલ્લેઆમ જન આરોગ્ય સાથે ચેડા થઇ રહ્યા છે તેથી તેમણે જાહેર હિતની સલામતી માટે પાલિકામાં કાયમી ફૂડ ઇન્સ્પેકટરની નિમણૂક કરી જાહેરમાં વેચાતી અખાદ્ય વસ્તુઓ સામે કડક ચેકીંગ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.