તાજેતરમાં યેલા એક રિસર્ચમાં સાબિત કરવામાં આવ્યું કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એની સીધી અસર આપણા વર્તન અને મગજની કાર્યક્ષમતા પર થાય છે. આ વાત આપણા  આયુર્વેદમાં વર્ષો પહેલાંથી કહેવામાં આવી છે, આપણે જે ખોરાક ખાઈએ એના પર આપણું વર્તન કઈ રીતે અવલંબે છે અને એને અસર પહોંચાડતાં પરિબળો કયાં છે એ આજે જાણીએ

આજના યુગનો સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે આપણે ખોરાકને ફક્ત વજન અને સ્વાદ સો જોડતા થઈ ગયા છીએ. જે લોકો બેફામ જન્ક ફૂડ ખાય છે તેઓ ખોરાકને સ્વાદ સો જ જોડે છે, જ્યારે જે લોકો ડાયટ કરતા થઈ ગયા છે એ લોકો ફૂડને વજન સો જોડતા થઈ ગયા છે. આ વસ્તુ ખાઈએ તો વજન વધી જાય અને તે ખાઈએ તો વજન ઘટે, પરંતુ એવા લોકોની સંખ્યા ખૂબ જ ઓછી છે જે ફૂડને હેલ્ સો જોડે છે. કઈ વસ્તુ ખાવાી આપણને સૌી વધુ પોષણ મળશે એવું વિચારનારા અને એ પ્રમાણે વર્તનારા લોકો ઘણા ઓછા જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિમાં હંમેશાંથી ફૂડને ઘણું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને એટલા માટે જ આપણી પાસે ખોરાકને લઈને એક આખું વિજ્ઞાન ડેવલપ યું છે, જેને આપણે આયુર્વેદ કહીએ છીએ. આ ચિકિત્સા માટેનું વિજ્ઞાન ની; પરંતુ આપણે કેવો ખોરાક ખાવો જોઈએ, કયા સમયે શું ખાવું જોઈએ જેી આપણું શરીર-મન-મગજ બધું જ તંદુરસ્ત રહે એના માટેનું વિજ્ઞાન છે. આજકાલ લોકો ખોરાકની અસર ફક્ત શરીર સુધી જ જુએ છે, પરંતુ આયુર્વેદ વર્ષોી માનતું આવ્યું છે કે જેવું અન્ન એવું મન. આપણે જે ખોરાક ખાઈએ છીએ એની અસર આપણા મન પર પડે છે જે આપણા વર્તન માટે જવાબદાર બને છે. એટલું જ નહીં, મગજનું આખું કામ પણ તમે શું ખાઓ છો એના પર ટકેલું છે. જે આપણે વર્ષોી જાણતા આવ્યા છીએ એના પર પશ્ચિમના લોકો સંશોધન કરી રહ્યા છે.

એક સંશોધન મુજબ આપણે જે ખાઈએ છીએ એ ખોરાકની સીધી અસર વ્યક્તિના વર્તન અને મગજની કાર્યક્ષમતા પર પડે છે. આ નવા સંશોધન મુજબ તમે જે ખોરાક લો છો એની સીધી અસર આંતરડાંમાં રહેલાં બેક્ટેરિયા જે પાચન માટે અત્યંત ઉપયોગી છે એના પર થાય છે અને આ સંશોધકો માને છે કે આ બેક્ટેરિયાનો વ્યક્તિના વર્તન અને તેના માનસિક હેલ્થ પર ખૂબ પ્રભાવ જોવા મળે છે. આંતરડાંમાં રહેલાં બેક્ટેરિયા કઈ રીતે વ્યક્તિના વર્તન અને મગજ પર અસર કરે છે એ સમજાવતાં મલાડનાં ડાયટિશ્યન કહે છે, આંતરડાંમાં રહેલા બેક્ટેરિયા પાચન માટે અત્યંત ઉપયોગી હોય છે. એનાી ખોરાકનું પાચન વ્યવસ્તિ થાય છે, જેને કારણે ખોરાકમાં રહેલાં પોષક તત્વોખૂબ જ સારી રીતે શરીરમાં શોષાઈ શકે છે. બીજું એ કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એને કારણે એ બેક્ટેરિયાની સંખ્યામાં વધ-ઘટ થઈ શકે છે. જો એનું પ્રમાણ બરાબર હોય તો પાચન વ્યવસ્તિ થાય અને શરીરને પોષણ બરાબર મળે અને જો પોષણ પૂરતું હોય તો શરીરનાં બધાં જ અંગ વ્યવસ્તિ ચાલી શકે. મૂડ અને મગજ બન્ને સ્રિ રહે.

હોર્મોન્સની અસર

સામાન્ય રીતે તમે નોટિસ કર્યું હશે કે જ્યારે તમે લાંબા સમયી ભૂખ્યા હો તો અચાનક જ મૂડ ચીડિયો બની જાય છે, વગર કારણે ગુસ્સો આવે છે અને જો તરત કશું વ્યવસ્તિ ખાવા મસે જાય તો તરત જ મગજ શાંત થઈ જાય છે. ઘણી વાર તમારો મૂડ ખરાબ હોય અને કોઈ મનપસંદ વસ્તુ મમ્મી બનાવી આપે તો એ ખાઈને તમારો મૂડ સારો થઈ જાય. ખોરાક અને વ્યક્તિનો મૂડ કે તેનું વર્તન કઈ રીતે સંકળાયેલા છે એ વિશે ડાયટિશ્યન કહે છે, જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ ત્યારે અલગ-અલગ સમયે, ખોરાક અનુસાર મગજમાં અમુક હોર્મોન્સ રિલીઝ થાય છે જે હોર્મોન્સ આપણા મૂડ માટે જવાબદાર બને છે. ઘણી વખત નોર્મલ ટેસ્ટનું સાત્વિક ભોજન ખાઈને પણ અત્યંત સંતોષ અનુભવાય છે અને મગજમાં શાંતિનો અનુભવ થાય છે. ઘણી વખત તીખું-તળેલું-મસાલેદાર કંઈક ખાધું હોય તો એકદમ મગજ ખૂલી ગયું હોય એવો આભાસ થાય, પણ પછી એકદમ અંદરી ખરાબ લાગવા લાગે. આ બધી કમાલ હોર્મોન્સની છે. જ્યારે તમે કંઈક ખાઓ ત્યારે હોર્મોન્સ રિલીઝ થાય અને એ મૂડ માટે જવાબદાર બને. જ્યારે તમારા હોર્મોન્સ ઇમ્બેલેન્સ ઈ ગયા હોય ત્યારે મૂડની સો-સો તમને કંઈક જુદું જ ખાવાની ઇચ્છા થાય. આ બધું એકબીજા સો જોડાયેલું છે.

વધુ શુગર

ખોરાકની મન પર અસર વિચારવી હોય તો એનું શ્રેષ્ઠ ઉદાહરણ બાળકો છે. આજનાં બાળકો પહેલાંનાં બાળકો કરતાં વધુ હાઇપર હોય છે, એકદમ જ વધારે ઍક્ટિવ હોય છે અવા વધુ આળસુ હોય છે. એકદમ જ તેમનામાં એનર્જી આવે અને પછી એકદમ જ તેઓ થકી જાય. આ ઉપરાંત ગુસ્સો, ચીડિયાપણું, જિદ્દ વગેરેની ફરિયાદ પણ મા-બાપ કરતાં હોય છે. આવું થાવા પાછળનાં આમ તો ઘણાં કારણો હોઈ શકે છે, પરંતુ એની પાછળ એક મહત્વનું કારણ બાળકને આપવામાં આવતું ફૂડ પણ છે જેના વિશે વાત કરતા ડાયટિશ્યન  કહે છે, આજકાલ આપણે બાળકોને જે ખોરાક આપીએ છીએ પછી તે જન્ક ફૂડ હોય, ફાસ્ટ ફૂડ હોય કે કોલ્ડ ડ્રિન્ક્સ અને ચોકલેટ હોય… બધામાં શુગરનું પ્રમાણ ઘણું વધારે હોય છે. જ્યારે આટલી શુગર વ્યક્તિના શરીરમાં જાય એટલે એ વ્યક્તિનું એનર્જી-લેવલ ઉપર-નીચે થાય જેને લીધે બાળકોમાં વર્તનને લઈને તા પ્રોબ્લેમ્સ સામે આવે છે. જો તમને લાગતું હોય કે તમારા બાળકને કોઈ બિહેવિયરલ પ્રોબ્લેમ છે તો તેને બને એટલો ઘરનો, સાદો અને ભારતીય ખોરાક આપીને અઠવાડિયું જુઓ. તેના વર્તનમાં ચોક્કસ ફરક પડશે.

કોણ ખોરાક બનાવે છે એનું પણ મહત્વ

તમે ખોરાક શું ખાઓ છો અને ક્યારે ખાઓ છો એના પર તમારું વર્તન અને માનસિક હેલ્ નર્ભિર છે એ વાત સાચી, પરંતુ તમારો ખોરાક કોણ બનાવે છે અને કેવા ભાવી બનાવે છે એ પણ ખૂબ જ મહત્વનું છે. આ વાતને સાબિત કરતું એક ઉદાહરણ આપતાં ડાયટિશ્યન કહે છે, એક મા પોતાના બાળકને ઉછેરતી હોય અને એક આયા તેને ઉછેરતી હોય તો બાળકના ઉછેરમાં જે ફરક હોય એટલો જ ફરક એક મા બાળક માટે જમવાનું બનાવે અને કોઈ બાઈ જમવાનું બનાવે એમાં હોય છે. ભારતીય સંસ્કૃતિમાં ભાવને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. રસોઈ બનાવતી વખતે વ્યક્તિના ભાવ કેવા છે એની અસર પણ ખોરાક પર પડે છે અને એ ખોરાકની અસર વ્યક્તિની સેહત પર. એટલે જ માના હાનું ભોજન એક બાળકને જે સંતોષ આપી શકે એ સંતોષ તેને બીજે ક્યાંય મસે શકતો ની અને આવું અન્ન શરીર અને મનને હેલ્થ બક્ષે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.