ફિટનેસ અને હેલ્થ પ્રત્યે લોકો જાગૃત બન્યા છે ત્યારે લગભગ બધું જ ફૂડ ડાયટ અને લો-કેલરીમાં ઉપલબ્ધ છે, પરંતુ એનાં ખાધા બાદ ખોરાક ખાધાનો સંતોષ નથી આવતો. એનું કારણ હવે જાણવા મળી ગયું છે. ઉત્ક્રાન્તિએ માનવમગજને કેલરી અવા ગળ્યા પદાર્થોની ટેવ પાડી દીધી છે.
એથી લો-કેલરી કુકીઝ અને ડાયટ ડ્રિન્કી સંતોષ નથી થતો. આના પરી એ પણ સ્પષ્ટ ઈ ગયું કે ડાયટિંગ કર્યા બાદ કેમ વ્યક્તિ હતી એટલી ને એટલી થઈ જાય છે. જ્યાં સુધી શરીરની શક્તિની જરૂરિયાત પૂરી ન થાય ત્યાં સુધી મગજ ખાવાનું માગ્યા કરે છે અને વ્યક્તિ ખાધા કરે છે.