- ફૂડ ઉદ્યોગ સાથે સંકળાયેલા અનેકવિધ ઉદ્યોગકારોએ પોતાના ઇનોવેશનને કર્યા લોન્ચ
- દેશ અને રાજ્યની અર્થવ્યવસ્થાને પુરપાટ આગળ ધપાવવા માટે ફૂડ એક્સપોની તાતી જરૂરીયાત : પ્રેમલ મહેતા
- ફૂડ ઉદ્યોગમાં થતા નવીનીકરણ અને આવતા બદલાવને ઉદ્યોગકારો સુધી પહોંચાડવા ફૂડ એકસપો અત્યંત કારગત
- કુકિંગની સાથો-સાથ બેકરી પ્રોડક્ટ માટે સૌરાષ્ટ્ર ઉજળું માર્કેટ
દક્ષિણ ગુજરાત હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિએશન, અમદાવાદ હોટલ્સ ઓનર એસોસિએશન, ઇનોવેટિવ ફૂડ એન્ટરપ્રેનિયોર એસોસીએટસ, મીઠાઈ ફરસાણ અને દૂધ પદાર્થ વિક્રેતા સંઘ, ઓલ ઇન્ડિયા ફૂડ પ્રોસેસ એસોસિએશન સહિતના એસોસિએશનો ફૂડ ટ્રેડ એક્સપોમાં સહભાગી થયા
દેશ અને રાજ્યની અર્થવ્યવસ્થાને બેઠી કરવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અનેક પગલાંઓ અને બદલાવ લેવામાં આવતા હોય છે. એટલું જ નહીં નીતિવિષયક નિર્ણયો પણ લેવામાં આવતા જે તે ઉદ્યોગને કઈ રીતે વધુ બેઠો અને મજબૂત કરી શકાય તે માટે સતત સરકાર દ્વારા ચિંતા પણ કરવામાં આવતી હોય છે. ત્યારે વિવિધ ઉદ્યોગોમાં થતા બદલાવ અને નવીનીકરણને ધ્યાને લઈ અનેકવિધ અને એક્સપોનું આયોજન પણ સમગ્ર ભારતમાં થઈ રહ્યું છે. ત્યારે અમદાવાદ ખાતે ત્રણ દિવસીય ફૂડ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં ફૂડ ક્ષેત્રે સંકળાયેલા વિવિધ ઉદ્યોગો એકસાથે મળી કઈ રીતે વિકાસની હરણફાળ ભરી શકાય તે માટે કાર્ય હાથ ધરશે.
એટલું જ નહીં ત્રણ દિવસથી આયોજિત ફૂડ એક્સપોમાં 120 થી વધુ કંપનીઓ સહભાગી થઈ છે કે જે ફૂડ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારોને પડતી મુશ્કેલી અને તકલીફોને કઈ રીતે નિવારી શકાય એને ઉત્પાદન ક્ષમતા વધુને વધુ કઈ રીતે આગળ વધે તે માટેના સોલ્યુશન પણ આપશે.
વિવિધ કંપનીઓ દ્વારા કરવામાં આવેલા ઇનોવેશનને પણ જાહેર કરાશે અને ટેકનોલોજીનો ઉપયોગ સાથે બનાવવામાં આવેલી મશીનરી પણ રાખવામાં આવી છે. તેનો લાભ ફૂડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વ્યાપારીઓ પૂર્ણત: લઈ શકે. માત્ર એક્સપોઝ નહીં પરંતુ રાજ્યના વ્યાપારીઓને ઉદ્યોગ ધારો કે જે ખાદ્ય ક્ષેત્રે પોતાનું આધિપત્ય સ્થાપિત કર્યું છે અને રોજગારી સહિત અનેકવિધ તકો ઊભી કરી છે તેમના માટે એક એવોર્ડ ફંક્શનનું પણ આયોજન કરવામાં આવેલું છે જ્યાં તેઓને તેમના કાર્ય બદલ સંમાનીત પણ કરવામાં આવશે.
ફૂડ ઉદ્યોગની સાથે નેટવર્કિંગ એટલુંજ જરૂરી : પ્રેમલભાઈ મહેતા
આકાર એક્ઝિબિશનના પ્રેમલભાઈ મહેતાએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત ઉત્પાદન માટેનું સૌથી મોટું હબ છે ત્યારે અહીં અમદાવાદ ખાતે જે ફૂડ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં 120 થી વધુ સ્ટોલો ઊભા કરવામાં આવ્યા છે જેમાંથી સમગ્ર ભારત વર્ષમાંથી ઉદ્યોગકારો આ એક્સપોની મુલાકાત લેશે અને પોતાના ઉદ્યોગને વિકસિત કરવા માટે કારગત નીવડશે. તેઓએ ઉમેર્યું હતું કે કોરોનાના કપરા સમય બાદ આ ઉદ્યોગને ઘણી ખરી માટી અસરનો સામનો પણ કરવો પડ્યો છે પરંતુ હાલ જે પરિસ્થિતિ ધીમે ધીમે સુધરી રહી છે તેનાથી આ ઉદ્યોગને પણ હકારાત્મક અસરો જોવા મળી છે ત્યારે આ પ્રકારના આયોજન દ્વારા એક જ જગ્યા ઉપર હોટલ અને રેસ્ટોરન્ટ ક્ષેત્ર સંકળાયેલા ઉદ્યોગકારો એક સ્થળે જોડાય છે અને તેઓ ચારોનું પણ આદાન-પ્રદાન કરે છે.
ફૂડ ઉદ્યોગોનું ભવિષ્ય ખુબજ ઉજળું, સરકારની સહાય જરૂરી : જીતુભાઈ પટેલ
ફૂડ એક્સપો 2022 ના સંસ્થાપક અને પ્રણેતા એવા જીતુભાઈ પટેલે અબ તક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આ એક્સપોમાં જે ઉત્પાદકો હાજર રહ્યા છે અને તેઓ સહભાગી બન્યા છે તેમના માટે આ એક્સપોર્ટ અત્યંત ઉપયોગી અને કારગત નિવડશે કારણકે અહીં તેઓને એક જ સ્થળ ઉપરથી અનેકવિધ પ્રશ્ર્નોના નિવારણ મળી રહેશે અને તેમના દ્વારા જે કોઈ વિસ્તારમાં પોતાના ઉદ્યોગને સ્થાપિત કરવો હોય ત્યાં પણ તેઓ આ ઉદ્યોગને ઉભા કરી શકશે. અંતમાં તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતમાં જે રીતે આયોજન કરવામાં આવ્યું છે તેવી જ રીતે આવનારા દિવસોમાં દિલ્હી ખાતે 600 સ્ટોલ સાથેનો ફૂડ એક્સપોનું આયોજન કરાશે જે સમગ્ર ભારત વર્ષ માટે ખૂબ ઉપયોગી અને લાભદાય નીવડશે.
હોટલ અને રેસ્ટોરન્ટ માટે ખુબજ ઉપયોગી છે ફૂડ એક્સપો : કિરીટભાઈ પટેલ
અમદાવાદ હોટલ ઓનર્સ એસોસિયેશનના કિરીટભાઈ પટેલે અબતક સાથે વાતચીત જણાવ્યું હતું કે હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ માટે આ ફૂડ એક્સ્પો ખૂબ જ મહત્વનો છે અને અહીં સમગ્ર રાજ્યના હોટલ અને રેસ્ટોરન્ટ માલિકોએ ઉપસ્થિત રહેવું જોઈએ બીજી તરફ તેઓએ ઉમેર્યું હતું કે હાલ દેશની અર્થવ્યવસ્થા જે રીતે આગળ વધી રહી છે તેમા ફૂડનું મહત્વ ખૂબ જ વધુ છે. આર્મી યોગ્ય અને પૂરતી સહાય જો મળતી થાય તો આ ઉદ્યોગ ફરી ઝડપી રીતે આગળ વધી શકે તેમ છે હાલના તબક્કે મંદગતિએ ચાલનાર ઉદ્યોગને સરકારની સહાયની તાથી જરૂરિયાત પણ ઊભી થઈ છે. આ પ્રકારના એક્સપો આયોજન જો સમયાંતરે કરવામાં આવે તો ટેકનોલોજી ની સાથો સાથ આ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારોને અનેકવિધ પ્રકારે નવી માહિતી પણ મળી રહેશે અને તેઓ આ ઉદ્યોગને વધુ ઝડપી આગળ પણ ધપાવવામાં મદદરૂપ સાબિત થશે.
ફૂડ એક્સપોથી ગુજરાત રાજ્યને પીઠબળ મળ્યું છે : રવીદ્રનાથ નિલુર
કીચન-રેફીજીરેશન ઈકવિપમેન્ટ મેન્યુફેક્ચર એસોસિયેશન ગુજરાતના પ્રમુખ રવીન્દ્રનાથ નિલુરે અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ફૂડ એક્સપોથી ગુજરાત રાજ્યને સૌથી મોટું પીઠબળ મળ્યું છે એટલું જ નહીં આ એક્સપોને જે સફળતા મળી છે તેની પાછળ વિવિધ એસોસિએશન ઓફ જે રીતે જોડાયા તે પણ મુખ્ય કારણ છે. આ તેઓએ પોતાના કિચન રેફ્રિજરેશન ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચર એસોસિએશન વતી જણાવ્યું હતું કે આજથી 35 વર્ષ પહેલા આ તમામ જે સાધન સામગ્રીઓને જે યુનિટો હાલ હોટલ અને રેસ્ટોરન્ટમાં જરૂરી છે તે બહારગામ થી લેવામાં આવતા હતા અને તેની મુખ્ય બજાર મુંબઈ અને દિલ્હીમાં જોવા મળતું હતું. તો હવે ગુજરાતમાં પણ આ તમામ પ્રકારના યુનિટો ઊભા થઈ રહ્યા છે જે એ વાત સૂચવે છે કે ફૂડ ઉદ્યોગ ગુજરાતમાં પૂરપાઠ આગળ વધી રહ્યો છે અને ભવિષ્યમાં પણ આ ઉદ્યોગ માટે ખૂબ સારા દિવસો આવવાના બાકી છે. અંતમાં તેઓએ જણાવ્યું હતું કે, હાલ ગુજરાતમાં ફૂડ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા ઉત્પાદકો માત્ર ભારતમાં જ નહીં પરંતુ આફ્રિકન દેશોમાં પણ વિકાસ કરી રહ્યા છે અને એક અલગ જ ખ્યાતિ પ્રાપ્ત કરી છે.
ભારત નહીં વિશ્ર્વના અન્ય દેશોમાં કુકિંગ મશીનરીમાં ગુજરાત અવ્વલ : રિદ્ધિ પટેલ
રિદ્ધિ કમ્પ્લીટ હોસ્પિટલિટી સોલ્યુશન ના રિદ્ધિ પટેલે અબ તક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ગુજરાતના જે ઉત્પાદકો જે છે કે જે કુકિંગ માટેના મશીનો ઉત્પાદન કરે છે.
તેમના માટે ખૂબ સારી તકો ઉભી થયેલી છે એટલું જ નહીં ભારત સહિત વિશ્વના અન્ય દેશોમાં પણ ગુજરાત રાજ્ય ઉત્પાદન ક્ષેત્રમાં અવ્વલ ક્રમે આવ્યું છે.
આ પ્રકારના એક્સપોના આયોજન બાદ કંપનીને ઘણો સારો ફાયદો પણ મળતો હોય છે.
વિશ્વના લોકો ગિરનાર મસીન ઇન્ડસ્ટ્રીની રોટીલી ખાઈ તે લક્ષ્ય : શ્યામ માર્વનીયા
ગિરનાર મશીન ઇન્ડસ્ટ્રીઝના શ્યામ માર્વનીયાએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ પ્રકારના ફૂડ એક્સ્પો દ્વારા ઉપસ્થિત દરેક ઉદ્યોગકારોને ખૂબ સારો લાભ મળતો હોય છે ત્યારે ગિરનાર ઇન્ડસ્ટ્રી લિમિટેડ હંમેશા એ વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે કે તેઓ વિશ્વના દરેક લોકોને રોટલી ખવડાવી શકે અને તેના માટે તેમના દ્વારા ખૂબ સારા પગલા પણ લેવામાં આવી રહ્યા છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે આ વખતે જે સ્ટોલ મૂકવામાં આવ્યો છે તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે આ માત્ર ગુજરાતના જ નહીં પરંતુ દેશભરના લોકો ખૂબ મોટા પ્રમાણમાં આગળ આવી રહ્યા છે અને આ એક્કોનો લાભ લઈ રહ્યા છે જે તેમની કંપની માટે ખૂબ જ ઉપયોગી નીવડશે.
ચાઇના નહીં ગુજરાતના ઉત્પાદકો વિશ્ર્વની હરીફાઈમાં દિન-પ્રતિદિન આગળ વધી રહ્યા છે : કલ્પેશ સિદ્ધપુરા
વિશ્વકર્મા ટેક્નોસ્ટીલ ઈકવિપમેન્ટ્સના કલ્પેશભાઈ સિદ્ધપુરાએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના ઉત્પાદકો વિશ્વની હરીફાઈમાં સતત આગળ વધી રહ્યા છે. વધુમાં તેઓ ઉમેર્યું હતું કે તેમની કંપની હાઈ ક્વોલિટી પ્રોડક્ટમાં મશીનરી નું ઉત્પાદન કરે છે જેમાં મોટી હોટલો અને રેસ્ટોરન્ટ તેનો ઉપયોગ કરી શકે છે અને ખૂબ ઓછા સમયમાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહેલા લોકોને તે ખોરાકનો લાભ મળતો રહે છે. સારા ખોરાકની સાથે સારી ગુણવત્તા જાળવવી પણ એટલી જ જરૂરી છે ત્યારે ફૂડ એક્સપોમાં જે ફાયદો મળશે તેનાથી ઘણા નવા સૂચનો અને સુજાવો પણ સામે આવે તેવી શક્યતા છે. તેઓએ ઉમેર્યું હતું કે, તેમની નવી ફૂડ કેટલ મસીન 100 થી 700 લીટર દાળ , કાઢી, સબ્જીને એક જ સમયે 700 થી 800 લોકોનો જમાડી દેવામાં ઉપયોગી નીવડે છે.
ભારત ભરની હોટેલ્સ અને રેસ્ટોરન્ટસમાં મશીનરી પહોંચાડતી લીનોવા કિચન્સ એન્ડ ઈક્વિપમેન્ટ્સ : જગદીશ પટેલ
લીનોવા કિચન એન્ડ ઇકિપમેંટ્સના સેલ્સ મેનેજર જગદીશ પટેલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારુ ઉત્પાદન યુનિટ વાવડી રાજકોટમાં આવેલું છે. ફક્ત સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ ભારત ભરનાં હોટેલ્સ અને રેસ્ટોરન્ટસમાં લીનોવા મશીનરી પહોંચાડે છે. આ સાથે ફરસાણ, વેફર અને પાપડ ગૃહઉદ્યોગને પણ ઉપયોગી હાથ બનાવટી પાપડ અને વેફર માટે પણ ઉપયોગી મશીન કંપની દ્વારા બનવવામાં આવ્યા છે. એટલું જ નહીં તેઓએ જણાવ્યું હતું કે ગ્રાહકો અને કંપનીના જરૂરીયાત મુજબ તેઓ મશીનનું નિર્માણ કરતા હોય છે.
સમયાંતરે ઇનોવેશન અને રિસર્ચ પણ કરવામાં આવે છે. કોરોના સમય બાદ ખાદ્ય ક્ષેત્રને ઘણી માઠી અસરનો સામનો પણ કરવો પડ્યો છે પરંતુ જે રીતે સરકારની સહાય કંપનીને અને ઉદ્યોગોને મળી રહી છે તેનાથી ઘણો ખરો ખરો ફાયદો આવનારા સમયમાં મશીનરી ઉત્પાદન કરતા યુનિટોને મળશે. કંપનીએ પોતાના દ્વારા જે નવી મશીનરી બનાવવામાં આવેલી છે તેનો ફાયદો તેઓને આ ફૂડ ટ્રેડ એક્સપોમાં પણ મળતો રહેશે.
સૌરાષ્ટ્રમાં બેકરી પ્રોડક્ટનું માર્કેટ ખૂબ જ મોટું, સ્વાસ્થ્ય સાથે સીધો જ સંબંધ : કમલ ગ્રોવર
એમ્પાયર બેકરી મશીનના ડાયરેક્ટર કમલ ગ્રોવરે અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે માત્ર ગુજરાતમાં જ નહીં સૌરાષ્ટ્રમાં બેકરી પ્રોડક્ટનું માર્કેટ ખૂબ જ મોટું છે પરંતુ લોકો બાબતે સહેજ પણ ગંભીરતા દાખવી નથી અને તેઓ સ્વાસ્થ્ય પ્રત્યે સહેજ પણ સજાગ નથી. ત્યારે તેમની કંપની દ્વારા જે બેકરી પ્રોડક્ટને લઈ મશીનરી બનાવવામાં આવી રહી છે તે ખૂબ જ અલગ છે અને ગુણવત્તા સભર છે જેમાં લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે સહેજ પણ પ્રશ્ન ઊભા નહીં થાય. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ એક્સ્પો બેકરી પ્રોડક્ટસના મશીન માટે ખૂબ ઉપયોગી નીવડશે. તરફ જે રીતે લોકોને બેકરીની ચીજ વસ્તુઓ માટે જ્ઞાન હોવું જોઈએ તે ન હોવાના કારણે તેઓ ખરા અર્થમાં સાચો ટેસ્ટ પણ મારી શકતા નથી અને સામે મશીનરી પણ પૂરતી એડવાન્સ હોવાના ન કારણે ગુણવત્તા ઉપર ખૂબ જ વધુ અસર પહોંચે છે.
ફક્ત ગુણવત્તા સભર સરસાધનો જ નહીં પરંતુ ગ્રાહકને સેવા પૂરી પાડવામાં આવે છે : મુસ્તુફા વૈદ્ય
હકીમી ઈક્વિપમેન્ટ્સના મુસ્તફા વૈદ્યે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારું ઉત્પાદન યુનિટ રાજકોટ ખાતે આવેલું છે અને એકમાત્ર ગુજરાતના યુનિટ છે કે ફક્ત ઈક્વિપમેન્ટ જ નહીં પરંતુ હોટલ્સ ને લગતા દરેક પ્રકારના એસેસરીઝ અને સોલ્યુશન તેમજ સેવા પુરી પાડે છે જેથી ગ્રાહકને બધી જ વસ્તુઓ એક ષ જગ્યાએથી મળી રહે છે. , આ મશીનરી ફક્ત ગુજરાત જ નહીં પરંતુ મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ પહોંચાડે છે આ સાથે બહારના દેશોમાં પણ અમારી પ્રોડક્ટસ નિકાસ થાય છે.
અમારા દ્વારા ગ્રાહકને ફક્ત મશીનરીઝ પૂરી પાડવી એટલું નહીં પણ ત્યારબાદ તેની ગુણવત્તાસભર યોગ્ય સર્વિસ આપવી એ અમારો મુખ્ય લક્ષ્ય છે જેના માટે અમારી પાસે દરેક પ્રકારની ઈક્વિપમેન્ટ અને એસેસરીઝ તેમજ ફેબ્રિકેશન ને લગતા તજજ્ઞો છે જે ગ્રાહકને ખરીદી પછીની સર્વિસમાં મદદરૂપ થાય છે . હોટેલ્સ ને લગતી દરેક પ્રકારની મશીનરી, સ્ટીલ અને બ્રાસની ડિઝાઈનર ગુણવત્તાયુક્ત કિચનની ચીજ વસ્તુઓ હોવાથી ગ્રાહકો અમારી પ્રોડક્ટ્સને વધુ પસંદ કરે છે.