10 સ્ટોલનું વાર્ષિક ભાડું 30 લાખ,કોઈ લેવલ નથી
રાજકોટ મહાનગર પાલિકા દ્વારા શહેરના 150 ફુટ રીંગ રોડ અમીન માર્ગ કોર્નર પર ફુડ કોર્ટનું નિર્માણ કરવામાં આવેલ છે.
ફુડ કોર્ટની જગ્યા લીઝથી આપવા ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું.અપસેટ પ્રાઇસ વધુ હોવાના કારણે કોઈએ ટેન્ડર ભરતા રી-ટેન્ડર કરવાની ફરજ પડી છે.
ફુડ કોર્ટની 1358 ચો.મી. જગ્યા સાત વર્ષ માટે લીઝથી આપવામાં આવશે. અપસેટ કિંમત રૂ.30 લાખ પ્રતિ વર્ષ મુજબ રાખવામાં આવેલ છે.
સ્થાનિકે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 10 સ્ટોલ, ચિલ્ડ્રન પ્લે એરીયા, ટોઈલેટ બ્લોક, સીટીંગ એરીયા, પાર્કિંગ એરીયા અને ઈલે. રૂમની સુવિધા ઉભી કરવામાં આવેલ છે.
ભાડે રાખનારને ફુડ કોર્ટ એરીયામાં આવેલ 17 ઈલે. પોલ પર 5 ડ્ઢ 3ની સાઈઝના કિયોસ્ક બોર્ડના માધ્યમથી પોતાના બિઝનેશની જાહેરાત કરવાના હક્ક પણ આપવામાં આવશે.
ફુડ કોર્ટની આગળના ભાગે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 20 ડ 10ની સાઈઝનું હોર્ડીંગ ઉભુ કરવામાં આવશે જેનાથી રેવન્યુ પ્રાપ્ત થશે.
જગ્યાનું સંચાલન પ્રથમ 3 વર્ષ માટે આપવામાં આવશે અને ત્યારબાદ કામગીરી સંતોષકારક હશે તો વિશેષ 2 + 2 વર્ષ માટે મુદ્દત વધારી આપવામાં આવશે. ટેન્ડર www.nprocure.com પરથી ડાઉનલોડ કરી શકાશે.