લોકમેળાનો આજે બીજો દિવસ છે. ત્યારે આરોગ્ય અધિકારીઓ દ્વારા સતત ફૂડ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.રોગચાળાને ધ્યાને લઈને આરોગ્ય વિભાગ મેળામાં સતત ફૂડ ચેકિંગ કરશે. ફુડ ચેકિંગ દરમિયાન આગ્રા કેન્ડીમાંથી જીવાતો મળી આવી હતી. જેથી તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
લોકમેળા અને પ્રાઈવેટ મેળામાં કુલ 178 ખાદ્ય સામગ્રી વેચાણ કરવા માટે ટેમ્પરરી ફૂડ લાયસન્સ આપવામાં આવ્યું છે. ત્યારે રોગચાળો ન ફેલાઈ તે માટે ફૂડ વિભાગની ટીમ આજે લોકમેળા અને પ્રાઈવેટ મેળામાં સતત ફૂડ ચેકિંગ કરશે અને જરૂર જણાશે તો સ્થળ પર જ અખાદ્ય જથ્થાનો નાશ કરાશે અને સીલ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે.