તહેવારોને લઈ લોક આરોગ્ય જાળવવા તંત્ર સાવચેત
દુકાનો, ઉત્પાદકોને ત્યાંથી મીઠાઈ, ગાંઠીયા, બેસન કપાસીયા તેલ સહિત ૩૬ નમુના લેતુ મહા પાલિકા તંત્ર
વડોદરામાં શ્રાવણ માસ તથા રક્ષાબંધન તહેવારને અનુલક્ષીને મહાપાલિકાકાની ફૂડ શાખા દ્વારા જુદા જુદા વિસ્તારોમાં સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતુ વિવિધ સ્થળોએ પેંડા, બરફી, ગાંઠીયા, કપાસીયા તેલ, બુંદી, બેસન, માવો સહિત ૩૬ નમુના લેવામાં આવ્યા હતા.
ખોરાક શાખાના ફૂડ સેફટી ઓફીસરો દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં ટીમો બનાવી મીઠાઈ તેમજ ફરસાણ અને તેના રો મટેરીયલ્સ વિગેરેનું વેચાણ કરતા મીઠાઈ ફરસાણની દુકાનો, મેન્યુફેકચરીંગ યુનીટો ડેરી તેમજ બેકરી વિગેરેમાં ઈસ્પેકશનની કામગીરી કરી ૩૬ જગ્યાએથી નમુના લેવાયા હતા.
ખોરાક શાખાના ફૂડ સેફટી ઓફીસરોની જુદી જુદી ચાર ટીમો બનાવી તા.૨૦ થી તા.૨૩ સુધીમાં વડોદરા શહેરનાં રાવપૂરા ખાતે આવેલ પેંડાવાલા દુલીરામ દુકાનમાંથી કેસરી પેંડા પેડાવાલા જેન્તીલાલ શર્મા દુકાનમાંથી ઘી તેમજ મથુરા પેંડા સ્વસ્તિક ખમણમાંથી સીંગતેલ તેમજ ફરાળી બિસ્કીટ કોઠી ચાર રસ્તા પર આવેલ સાંઈનાથ વેફર્સમાંથી પામોલીન સરદાર એસ્ટેટ આજવા રોડ વિસ્તારમાં આવેલ જગદીશ નમક્ધિસ પ્રા.લિ.માંથી કાજુ કતરી વીથ સીલ્વર લીફ લક્ષ્મી ફેશ નમકીનમાંથી મિક્ષ ચવાન
ગોપી વેફર્સ એન્ડ ગૃહ ઉદ્યોગમાંથી ગાંઠીયા લક્ષ્મી ફરસાણમાંથી સેવ બાબા ફરસાણમાંથી અંજીર ટોસ્ટ વીથ સીલ્વર લીફના નમુના લેવાયા હતા.