ફેશન દરરોજ બદલાય છે અને આજકાલ પુરુષોમાં મોટી-જાડી દાઢીની ફેશન જોરશોરથી ચાલી રહી છે. આજકાલ છોકરીઓ પણ મોટી-જાડી દાઢીવાળા લોકો તરફ આકર્ષિત થઈ રહી છે. પહેલાના મુછોનો જમાનો હતો હલે યુવામાં મોટી દાઢીની ફેશના ચાલી રહી છે. જો જાડી દાઢી-મૂછ નથી આવતી તેમને શું કરવું? નિરાશ થવાની જરૂર નથી કારણ કે તમારા ચહેરા પર તમારા પ્રિય દેખાવ માટે દાઢી-મૂછ માટે કેટલાક સરળ ઉપાયો છે. આ પદ્ધતિઓ ખૂબ જ સરળ અને સસ્તી છે. કેટલીક પદ્ધતિઓ ફક્ત હજામત સાથે સંબંધિત છે. ચાલો આ પદ્ધતિઓ વિશે જાણીએ.
•રોજ ત્વચાને અક્સ્ફોલિએટ કરો આમ કરવાથી ત્વચામાંથી ડેડ સ્કિન સેલ્સ નિકળી જશે અને વાળનો ગ્રોથ વધશે.
•દિવસમાં બે વાર ચહેરો ફેસવોશથી સાફ કરો.
•એવા મોઈસ્ચુરાઈઝરનો ઉપયોગ કરો જેમાં યુકેલિપ્ટસ હોય. તેનાથી હેર ગ્રોથ વધે છે.
•પૂરતા પ્રમાણમાં ઊંઘ કરો.
•પોતાના ખોરાક પર ધ્યાન આપો. ખોરાકમાં મિનરલ્સ, પોષક તત્વનો સમાવેશ કરવો.
•રોમછિદ્રો વચ્ચે વાળ ઉગે તો તેને શેવ કરી અને ફરીથી દાઢી વધારો.
•સ્ટ્રેસ લેવો નહીં, માનસિક શાંતિ ન હોય તો વાળનો ગ્રોથ નથી થતો અને સફેદ વાળ વધે છે.
•6 સપ્તાહ સુધી દાઢીના વાળ ટ્રીમ ન કરવા. દાઢીમાં બરાબર વાળ આવે પછી જ કોઈ સ્ટાઈલ કરવી.
•રોજ રાત્રે તેલથી મસાજ કરો.
•દર બે દિવસે દાઢી કરવાથી હેર ગ્રોથ વધે છે તે એક માન્યતા છે આવું ક્યારેય ન કરવું.