યુનિવર્સિટી રોડ, પંચાયત ચોક સહિતના વિસ્તારોમાં ૩૧ વેપારીઓને ત્યાં ચેકિંગ: ૩૮ કિલો અખાદ્ય ખોરાકનો નાશ
રાજ્ય સરકારના ફૂડ વિભાગ દ્વારા આપવામાં આવેલા આદેશના પગલે આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા અલગ અલગ ૯ સ્થળે ગોળના નમૂના લઈ પરીક્ષણ ર્એ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. યુનિવર્સિટી રોડ, પંચાયત ચોક સહિતના વિસ્તારમાં ૩૧ વેપારીને ત્યાં ચેકિંગ દરમિયાન ૩૮ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો.
આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, આજે મહાપાલિકાની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા શહેરના દાણા પીઠ વિસ્તારમાં શ્રી ક્રિષ્ના ટ્રેડર્સમાંથી લુઝ દેશી ગોળ, કેનાલ રોડ પર મેસર્સ પટેલ હંસરાજ ડાયાભાઈને ત્યાંથી રાજભોગ નેચરલ ગોળ પેકેટ, દાણાપીઠમાં કિરીટભાઈ સોમૈયાને ત્યાંથી લુઝ ડબ્બાનો દેશી ગોળ, દક્ષિણી દિનેશકુમાર પ્રભુદાસને ત્યાંથી લુઝ કોલાપૂરી ગોળ, ઘી કાંટા રોડ પર ચંદ્રકાંત એન્ડ કંપનીમાંથી ઈગલ શુદ્ધ પેકેટ દેશી ગોળ, મોચી બજાર મેઈન રોડ પર દિપતેશ હસમુખરાય બાટવીયાને ત્યાંથી કોલાપુરી ગોળ, દેવપરામાં ન્યુ શોપીંગ સેન્ટરમાં જીગ્નેશ ટ્રેડર્સમાંથી આર.એમ.પારસમણી ગોળ તા દાણાપીઠમાં પ્રભુદાસ રવજી એન્ડ સન્સમાં જીલીયોન નેચરલ ગોળ તા કેનાલ રોડ પર ગિરીશકુમાર એન્ડ કંપનીમાંથી દેશી ગોળનો નમૂનો લેવામાં આવ્યો હતો.