સીરિયામાં ચાલી રહેલો સંઘર્ષ રશિયા અને અમેરિકા વચ્ચે પ્રભુત્વનો પ્રશ્ન બનતો જાય છે. અમેરિકા તરફથી વધતા પ્રેશરના પગલે રશિયા ત્રીજા વિશ્વ યુદ્ધની તૈયારીઓમાં જોડાઈ ગયું છે. રશિયાની સરકારી ટીવી ચેનલ ‘રોસિયા-24 ન્યૂઝ’ના જણાવ્યા પ્રમાણે યુદ્ધની આશંકા વચ્ચે દેશની જનતાને ખાણી-પીણીનો સામાન ભેગો કરી લેવાનો આદેશ આપવામાં આવ્યો છે. ચેનલે લોકોને પૂરતી માત્રામાં પોતાની પાસે આયોડિનની વ્યવસ્થા કરી લેવાની સલાહ આપવામાં આવી છે. તે ઉપરાંત ચોખા પણ સ્ટોર કરવાનું કહેવામાં આવ્યું છે.
અમેરિકાએ તેના સહયોગી દેશો ફ્રાન્સ અને બ્રિટન સાથે મળીને સીરિયાના તાનાશાહ અસદનો વિરોધ કરવાનું શરૂ કર્યું છે. અમેરિકા સીરિયાથી અસદની વિદાય ઈચ્છે છે પરંતુ રશિયા સીરિયાના સમર્થનમાં હોવાથી અમેરિકાની મુશ્કેલી વધી ગઈ છે. ઘણાં દેશો સીરિયા વિરુદ્ધ પરોક્ષમાં યુદ્ધમાં સામેલ છે. અમેરિકા દ્વારા સતત આપવામાં આવતી ચેતવણીના અંતે રસાયણિક હુમલા પછી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સીરિયામાં અસદ સરકાર વિરુદ્ધ હવાઈ હુમલો કરી દીધો છે. ત્યારપછી બ્રિટન અને ફ્રાંસે પણ અમેરિકાની એર સ્ટ્રાઈકને સપોર્ટ કર્યો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com