ભાજપ દ્વારા 12 વર્ષ પૂર્વ બંધના એલાનમાં બંધ કરાવવા નિકળેલા ત્રણ નગર સેવક સહિત શખ્સો સામે ગુનો નોંધાયો‘તો

રાજકોટ શહેરમાં દસ વર્ષ પહેલા બંધ દરમિયાન ટાગોર રોડ આવેલી એસ.બી.આઇ ની રામ કૃષ્ણ  નગર શાખામાં ભાજપના કાર્યકરો દ્વારા તોડફોડ કરી અને મેનેજર ને માર મારવાના ગુનાનો કેસ ચાલી જતા અદાલતે તત્કાલીન કોર્પોરેટર કશ્યપ શુકલ,દેવાંગ માકડ અને અનિલ લીંબડ  સહિતના શખ્સોને નીદોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે. રાજકોટ શહેરમાં બંધનાં એલાનને પગલે ભાજપ દ્વારા વર્ષ 2012માં શહેરમાં બંધ કરાવવા નીકળેલા ત્યારે ટાગોર રોડ પર આવેલી  સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ની રામકૃષ્ણ નગર શાખાની માં તોડફોડ કરી અને મેનેજર શ્યામભાઈ ગોવિંદભાઈ ગોહિલ ને માર માર્યા અંગેની પ્ર.નગર પોલીસ મથકમાં તત્કાલીન કોર્પોરેટર કશ્યપ શુકલ, દેવાંગ માંકડ અને અનિલ લીંબડ, ભાજપ અગ્રણી જયેન્દ્રભાઈ ગોહિલ  અને મયંક પોલ સહિતના શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો પોલીસે તમામની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા અદાલતમાં ચાર્જસીટ રજૂ કરવામાં આવી હતી .

જે કેસની સુનાવણી એડિશનલ ચીફ  જ્યું.મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ ફરિયાદી, પંચો અને 12 થી વધુ સાહેદો જેમાં ડોક્ટર અને તપાસની તપાસવામાં આવેલા તેમજ બંને પક્ષોની રજૂઆત બાદ બચાવ પક્ષના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી દલલી ધ્યાને લઈ જજ કે.એમ.ગોહિલે તમામને છોડી મૂકવાનો હુકમ કર્યો છે. આ કેસમાં બચાવ પક્ષે એડવોકેટ તરીકે અભય ભારદ્વાજ અસોસીએટસ તરફથી અંશ ભારદ્વાજ, દિલીપ પટેલ,ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, અમૃતા ભારદ્વાજ, કલ્પેશ નસીત, જીગ્નેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, કમલેશ ઉધરેજા, શ્રીકાંત મકવાણા,તારક સાવંત અને ગૌરાંગ ગોકાણી રોકાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.