કચ્છ: દેશના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ અમેરિકા જઈ અનામત મુદ્દે બિલકુલ ગેરજવાબદાર અને અણછાજતું નિવેદન આપીને તેમના પદની ગરિમા લોપી છે અને દેશના કરોડો આરક્ષિતોની ભાવનાને ઠેસ પહોંચાડી છે ત્યારે તેમના નિવેદનના વિરોધમાં કચ્છ જીલ્લા ભાજપ દ્વારા જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના નેતૃત્વ હેઠળ ભુજ ટાઉનહોલ પાસે આવેલ ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ધરણા કર્યા હતા.

ત્યારે ધરણા બાદ પ્રતિક્રિયા આપતા વરચંદે જણાવ્યું હતું કે દેશના પવિત્ર બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરે ભારત વર્ષની સામાજીક, ભૌગોલિક પરિસ્થિતિ, દેશવાસીઓની તાસીર અને માનસ, તમામ વર્ગો વચ્ચે સમાનતા જેવી અનેક બાબતોને ધ્યાનમાં લઈને દુરોગામી ભવિષ્યનો વિચાર કરીને બંધારણ ઘડ્યું હતું તેમજ આરક્ષણનું અમલીકરણ કર્યું હતું. ત્યારે કોંગ્રેસે આરક્ષણ અને બંધારણની આડમાં સાત દાયકાથી અવિરતપણે લોકોને ધુત્યા છે જેની ફરી એક વખત રાહુલ ગાંધીએ સાબિતી આપીને તેમની મેલી મુરાદ જાણ્યે અજાણ્યે છતી કરી દીધી છે જેના વિરોધમાં આજરોજ જીલ્લા ભાજપ દ્વારા ધરણા યોજવામાં આવ્યા હતા.

આ સાથે આ કાર્યક્રમના આયોજનમાં કચ્છ જીલ્લા ભાજપ અનુસૂચિત મોરચાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમજ મોરચાના અધ્યક્ષ અશોક હાથીએ પ્રસંગોચીત ઉદબોધન કર્યું હતું. આ ઉપરાંત મહામંત્રીઓ તેમજ આગેવાનો તેમજ મોરચાના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

નવીનગીરી ગોસ્વામી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.