કાશ્મીરથી કન્યાકુમારી સુધી ‘ઝડપથી સાયકલ ચલાવવા’નો નાસિકના ‘ઓમ’નો રેકોર્ડ
૮ દિવસ, ૭ કલાક અને ૩૮ મિનિટમાં કાપ્યું ૩૬૦૦ કિ.મી.નું અંતર: હું કાયમ સાયકલ ચલાવવા ઈચ્છુ છું-ઓમ મહાજન
કેટલાક લોકો એવા હોય છે કે જીવનમાં કંઈક બનાવીએ કંઈક કરી બતાવીયે કેટલાક પરિવાર એવા હોય છે જેમાં કોઈ એક જ વ્યકિત નહીં પણ બે કે તેથી વ્યકિત એવા હોય છે જે કંઈક નવી સિધ્ધિ મેળવતા હોય છે.આવી જ એક વાત છે નાસિકના એક પરિવારની જેમાં પરિવારના સભ્ય અને ઓમ મહાજનના કાકા મહેન્દ્ર મહાજને કાશ્મીરથી કન્યાકુમારી સુધી ઝડપથી સાયકલ ચલાવીને એક રેકોર્ડ સજર્યો હતો. નાસિકના રહેવાસી ઓમ મહાજન નામના યુવાને કાશ્મીરથી કન્યાકુમારી સુધીનું ૩૬૦૦ કિલોમીટર અંતર સાયકલ પર ૮ દિવસ, ૭ કલાક અને ૩૮ મિનિટમાં કાપી એક નવો રેકોર્ડ સજર્યો છે. રેકોર્ડ બનાવ્યા બાદ ઓમે જણાવ્યું હતુ કે હું કાયમ સાયકલ ચલાવવા માગુ છું.
આ સિધ્ધિ બદલ ઓમનું નાસિકમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ કેટલાકે તો ઉત્સાહમાં ‘નાસિકનો ભાઈ’ના પોકારો કરી વાતાવરણ ગજવી મુકયું હતુ.તમને જણાવીએ કે ઓમ મહાનના પરિવારમાં આ પ્રથમ રેકોર્ડ નથી અગાઉ તેના કાકા મહેન્દ્ર મહાજને પણ સમય મર્યાદામાં સાયકલ યાત્રા કરીરેકોર્ડ બનાવ્યો હતો. જોકે પાછળથી તેમનો રેકોર્ડ કર્નલ ભારત પન્નુએ એ રેકોર્ડ તોડયો હતો.કર્નલ પન્નુએ ૮ દિવસ ૯ કલાકમાં કાશ્મીરથી કન્યાકુમારીનું અંતર કાપી રેકોર્ડ બનાવ્યો હતો.હવે એ રેકોર્ડ ૮ દિવસ ૭ કલાક અને ૩૮ મિનિટમાં આટલુ અંતર કાપી વધુ એક વખત નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ‘ઓમ’ની આ સિધ્ધિ ગીનેશ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં નોંધાઈ છે.