ખુદ ગબ્બર મેદાને
રાહત નિયામક, મહેસુલ સચિવ, આરએન્ડબી સચિવો સહિતના અધિકારીઓ સાથે રાજ્યની સ્થિતિ અંગે કરાશે સમીક્ષા
રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે જેને પગલે ખુદ ગબ્બર એટલે કે મુખ્યમંત્રી મેદાનમાં આવ્યા છે. આજરોજ તેઓએ બપોરે તાકીદની બેઠક બોલાવી રાજ્યની સ્થિતિની સમીક્ષા કરવાનું જાહેર કર્યું છે.
રાજ્યમાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા સટાસટી બોલાવી રહ્યા છે. તેને પગલે સરકાર હરકતમાં આવી છે. ભારે વરસાદને પગલે ખાનાખરાબી પણ સર્જાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. પરિણામે તમામ જિલ્લા કલેક્ટરો પણ એલર્ટ બન્યા છે. વધુમાં આજે સીએમઓ તરફથી મળેલી માહિતી અનુસાર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બપોરે 3 વાગ્યે તાકીદની બેઠક બોલાવી છે. જેમાં રાહત નિયામક, મહેસુલ સચિવ, આરએન્ડબી સચિવો સહિતના અધિકારીઓને બોલાવવામાં આવ્યા છે. આ અધિકારીઓ સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજ્યની સ્થિતિ અંગે સમીક્ષા કરવાના છે.