ગુજરાતમાં બીપરજોય વાવાઝોડાનો સંકટ તોળાઈ રહ્યું છે. આજે સાંજે કચ્છના ઝખો બંદર પર વાવાઝોડું ત્રાટકશે. તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડવાની સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. લોકો પણ ઈશ્વર પર સંપૂર્ણ શ્રદ્ધા સાથે આરાધના કરી રહ્યા છે ત્યારે દ્વારકામાં વાવાઝોડા સામે રક્ષણ મેળવવા માટે વિષ્ણુ યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે.

 

બિપરજોય વાવાઝોડાને પગલે દ્વારકામાં ભારે પવન અને વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે કૃષ્ણ ભક્તો દ્વારકાધીશના શરણે પહોંચ્યા છે અને વિષ્ણુ યજ્ઞની શરૂઆત કરવામાં આવી છે.

કુદરતી આપદા બિપરજોય વાવાઝોડું કોઈ પણ જાનહાની વગર સમી જાય તેવી સમગ્ર પૃથ્વીના લોકો માટે દ્વારકાધીશના પ્રાથના કરવામાં આવી છે. મંદિરના પુજારી પ્રણવભાઈ તથા હાર્દિકભાઈ દ્વારા ભગવાન શ્રી દ્વારકાધીશ સન્મુખ વિષ્ણુ યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.