ઇન્ફેક્શનના કારણે તબીયત લથડી: દેશ-વિદેશમાં વસતા શિષ્યોમાં ચિંતા
નર્મદા કિનારે ગોરા ખાતે શ્રી હરીધામ આશ્રમે આઇ.સી.યુ.માં સઘન સારવાર
ગોંડલ ખાતેની શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલની તબીબ ટીમ દોડી ગઇ
અબતક-રાજકોટ
ગોંડલ શ્રી રામજી મંદિરના મહંત અને સદ્ગુરૂદેવ શ્રી રણછોડદાસ બાપુના કૃપાપાત્ર શિષ્ય અને મહામંડલેશ્ર્વર શ્રી હરીચરણદાસજી બાપુની વહેલી સવારે તબીયત લથડતા ગોંડલ ખાતેની શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલના ડો.વિદ્યુત ભટ્ટ અને ડો.શાહ સહિતની ટીમ નર્મદા કિનારે શ્રી હરીધામ ગોરા ખાતેના આશ્રમ ખાતે દોડી જઇ સઘન સારવાર આપવામાં આવી રહી છે. વધુ વિગત મુજબ સદ્ગુરૂદેવ પરમહંસ શ્રી રણછોડદાસબાપુના કૃપાપાત્ર શિષ્ય મહામંડેશ્ર્વર શ્રી હરીચરણદાસજી બાપુ નર્મદા કિનારે આવેલા શ્રી હરિધામ આશ્રમ ખાતે વહેલી સવારે નાદુરસ્તના કારણે ગોંડલ ખાતે આવેલી શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલના ડો.વિદ્યુત ભટ્ટ અને ડો.શાહ સહિતની ટીમ દોડી જઇ શ્રી હરિચરણદાસજી મહારાજની સઘન સારવાર કરવામાં આવી રહી છે.પુ.હરીચરણદાસ બાપુને શ્ર્વાસની સમસ્યા સાથે ઇન્ફેક્શન થયાનું અને હાલ ગંભીર હાલત હોવાનું કિશોરભાઇ ઉનડકટે જણાવ્યું હતું. હાલ પુ.બાપુને શતાબ્દી મહોત્સવ ઉજવાઇ રહ્યો છે.પુ.હરીચરણદાસજી મહારાજ છેલ્લા એક માસથી નર્મદા તટે આવેલા ગોરા આશ્રમ છે. ત્યા તેમની શ્ર્વાસની બીમારીએ ઉથલો મારતા આશ્રમ ખાતે તૈયાર કરાયેલા આઇસીયુ રૂમમાં આશ્રમમાં તૈનાત તબીબી ટીમ દ્વારા સઘન સારવાર શરૂ કરાઇ છે. ગોંડલ, ગોરા, ઇન્દોર, અયોધ્યા, રૂષિકેશ, બનારસ, કર્ણપ્રયાગ અને પાંડુકેશ્ર્વર સહિત ધાર્મિક સ્થળે આવેલા આશ્રમમાં અન્નક્ષેત્ર સહિત અને સામાજીક કાર્યો કરી રહ્યા છે. શ્રી હરિચરણદાસજી બાપુની નાદુરસ્તના સમાચાર જાણી દેશ-વિદેશમાં વસતા અનુયાયીમાં ચિંતિત બની ગયા છે.