લગ્ન સંબંધમાં જેવી રીતે પરસ્પર વિશ્વાસ અને પ્રેમ જરૂરી હોય છે, તેટલું જ મહત્વ શારીરિક સંબંધનું પણ હોય છે. દંપતિના સંબંધમાં મજબૂતી સ્વસ્થ જાતીય જીવનથી જ આવે છેનવપરણિત યુગલ હોય કે ચાલીસી વટાવી ચુકેલા પતિ-પત્ની તેમના જીવનમાં એકબીજાના સહવાસનું મહત્વ હોય જ છે. પરંતુ અનેકવાર એવું બને છે કે જાતીય સંબંધબાંધવામાં પત્ની રસ નથી દેખાડતી. પતિ જ્યારે સંબંધ માટે પહેલ કરે છે ત્યારે પત્ની રસ દેખાડી શકતી નથી. આવું જ્યારે વારંવાર થવા લાગે ત્યારે દંપતિના જીવનમાં ખટરાગ વધવા લાગે છે. લગ્નના થોડા સમય બાદ શારીરિક સંબંધ બાંધવામાં જો પત્ની રસ ન લેતી હોય તો તેની પાછળ કેટલાક કારણો જવાબદાર હોય શકે છે. સ્ત્રીના શરીરમાં જ્યારે હોર્મોન્સ બદલે છે ત્યારે પણ તેને સેક્સ પ્રત્યે અરુચિ થઈ શકે છે. આ સિવાય પણ કેટલીક વસ્તુઓ છે જેના કારણે સ્ત્રીઓને જાતીય સંબંધથી દૂર રહેવા લાગે છે. કયા છે આ કારણો જાણી લો આજે તમે પણ.
કસરત
ફીટ રહેવા માટે કસરત કરવી જરૂરી છે. કસરત કરવાથી રક્ત પરીભ્રમણ સુધરે છે અને શરીરમાં હેપી હોર્મોન્સનું પ્રમાણ વધે છે. પરંતુ મોટાભાગે સ્ત્રીઓ કામના ભારણને કારણે કસરત કરવાનું ટાળે છે. જેની અસર બેડરૂમમાં જોવા મળે છે.
પૂરતી ઊંઘનો અભાવ
ઘરના કામ-કાજ અને વ્યસ્ત દિનચર્યાના કારણે સ્ત્રીઓ પૂરતી ઊંઘ કરી શકતી નથી. અપૂરતી ઊંઘના કારણે પણ સ્ત્રીઓને શારીરિક સંબંધ બનાવવામાં રસ રહેતો નથી.
ડીહાઈડ્રેશન
શરીરને પૂરતાં પ્રમાણમાં પાણી ન મળે ત્યારે પણ સેક્સ સંબંધ માટે અનિચ્છા જન્મે છે. સ્વસ્થ અને સ્ફૂર્તિવાન રહેવા માટે દિવસ દરમિયાન પૂરતાં પ્રમાણમાં પાણી પીતાં રહેવું જોઈએ.
ફાસ્ટફુડનું સેવન ટાળવું
શક્ય હોય ત્યાં સુધી ફાસ્ટફુડ, તળેલા ખોરાક લેવાનું ટાળવું. સ્ત્રીઓને શારીરિક શ્રમ વધારે કરવાનો હોય છે, તેથી તેમણે પોતાની ડાયટમાં લીલા શાકભાજી, ફળ, પ્રોટીનયુક્ત દાળનું સેવન વધારે પ્રમાણમાં કરવું જોઈએ.