નવરાત્રી તહેવાર શરૂ થઈ ગયો છે. ખેલૈયા ઘણા સમયથી ગરબે ઘુમવા માટે તૈયારીઓ કરી રહ્યા છે. ખાસ કરીને મહિલાઓ નવરાત્રી સમય દરમિયાન ડ્રેસિંગ અને ગ્રૂમિંગ પર વધુ ધ્યાન આપે છે. આવી સ્થિતિમાં જો તમે સુંદર દેખાવા માંગતા હોવ તો તમારા માટે તમારા વાળની ખાસ કાળજી લેવી જરૂરી છે. તેમજ એવું માનવામાં આવે છે કે સ્ત્રીની સુંદરતા તેના વાળમાં રહેલી છે, તો જાણો કે તમે ઓછા ખર્ચે તમારા વાળને કેવી રીતે સુંદર બનાવી શકો છો.
નવરાત્રી તહેવારમાં વાળની સંભાળ રાખવી પણ ખૂબ જ જરૂરી છે. જો કે, જો તમે ઇચ્છો તો, તમે સમયાંતરે પાર્લરમાં જઈ શકો છો અને હેર સ્પા અથવા અન્ય હેર ટ્રીટમેન્ટ કરાવી શકો છો. પરંતુ, આજના સમયમાં ઘણા લોકો પાસે પાર્લરમાં જવાનો સમય નથી, જ્યારે ઘણા લોકો પૈસા બચાવવા માટે પાર્લરમાં જતા નથી. ત્યારે આ સ્થિતિમાં તમે ઇચ્છો તો માત્ર 10 રૂપિયા ખર્ચીને સસ્તામાં ઘરે જ હેર સ્પા કરી શકો છો. આ દરમિયાન પાર્લર જેવું હેર સ્પા ઘરે કરવું ખૂબ જ સરળ છે. આ માટે તમારે વધારે પૈસા ખર્ચવાની જરૂર નહીં પડે અને તમારો સમય પણ બચી શકે છે.
હેર સ્પા ક્રીમની સામગ્રી
-દહીં
-એલોવેરા
-એરંડા તેલ
-કેળા
હેર સ્પા ક્રીમ બનાવાની રીત
ક્રીમ બનાવવા માટે સૌપ્રથમ બ્લેન્ડરમાં બે ચમચી એલોવેરા જેલ નાખો. ત્યારપછી તેમાં 4 ચમચી દહીં અને એક પાકું કેળું ઉમેરીને બ્લેન્ડ કરો. જ્યારે તે સ્મૂધ પેસ્ટ બની જાય, ત્યારે તેમાં થોડું હૂંફાળું એરંડાનું તેલ ઉમેરો. આ પેસ્ટ તૈયાર કર્યા બાદ તેને કોટનના કપડા અથવા ચાળણીની મદદથી સારી રીતે ગાળી લો, જેથી તેમાં કોઈ ગઠ્ઠો ન રહે. આ ફિલ્ટર કરેલી પેસ્ટને એક અલગ બાઉલમાં કાઢી લો.
આ રીતે ઉપયોગ કરો
વાળમાં લગાવવાની એક રાત પહેલા હળવું તેલ વાળમાં લગાવો. તેમજ સવારે ઉઠ્યા પછી તમારા વાળને બે ભાગમાં વહેંચો. હવે તૈયાર કરેલી ક્રીમને માથાના મૂળથી લઈને વાળના છેડા સુધી સારી રીતે લગાવી લો. ત્યારબાદ એક કલાક માટે આમ જ રહેવા દો. છેલ્લે શેમ્પૂ વડે વાળ ધોઈ લો. તમે અઠવાડિયામાં એકવાર આ ક્રીમનો ઉપયોગ કરી શકો છો.
હેર સ્પા કરવાના ફાયદા
તમને જણાવી દઈએ કે આ હોમમેડ હેર સ્પા ક્રીમમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ હોતું નથી, તેથી તેના કારણે તે વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમજ તેનાથી તમારા વાળ ચમકદાર અને મજબૂત બને છે. આ સાથે આ હેર ક્રીમનો ઉપયોગ કરીને તમને માથાની ચામડી પર થતી ઘણી ફંગલ સમસ્યાઓથી પણ રાહત મળે છે. આ સ્થિતિમાં તમારે દર અઠવાડિયે આ પેકનો ઉપયોગ કરવો જોઈએ અને તમારા વાળને પોષણ આપવું જોઈએ.
અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.