દિવાળી સમયે મોટા ભાગે લોકો પોતાનું ઘરમાં સાફ સફાઈ કરતા હોય છે. ત્યારે આજે અમે તમને સાફ સફાઈની એવી ટેક્નીક જણાવા જઈ રહ્યા, જે ટેકનીક તમે યુઝ કરશો તો લાંબા સમય સુધી તમારા ઘરમાં સ્વચ્છતા રહેશે.
દિવાળી સમયે ઘરની સાફ સફાઈ કરવી ઘણી જરૂરી છે. ત્યારે ખાસ કરીને રસોડામાં અને બાથરૂમમાં સ્વચ્છતા રાખવી જ જોઈએ. જેથી ઘરમાં લોકોનું સ્વાસ્થ્ય પણ સ્વસ્થ રહે. જો કે આજે અમે તમને એવી ટેક્નિક વિશે જણાવવા જઈ રહ્યા છે. કે જેમાં જો તમે એક વાર તમારા ઘરમાં પોતું મારશો તો પણ લાંબા સમય સુધી તમારા ઘરમાં સ્વચ્છતા રહેશે.
જ્યારે તમે ઘરમાં પોતું મારો ત્યારે ડોલમાં એક ચમચી મીઠું નાખી દેજો. આ સાથે જ એક ચમચી ગુલાબનું પાણી પણ નાખીને તેને પાણીમાં મિક્સ કરી દેજો. તેમજ પોતું મારવાના પાણીમાં કદાચ જ તમે મીઠું નાખ્યું હશે. આવું કરવાથી તમારા ઘરમાંથી નકારાત્મકતા પણ દૂર થઈ જશે.
બીજું કે પોતું મારવાના પાણીમાં ગુલાબજળ નાખવાથી ટાઇલ્સ પર ચમક આવી જશે. તેમજ પોતાને પાણીમાં બરાબર ભીનું કરીને તેને બહાર ટાઇલ્સ પર ઘસવાનું રહેશે. જેથી તમારા ઘરમાં ટાઇલ્સ પર ચમક લાંબા સમય સુધી રહેશે.
જો તમે પોતું મારવામાં ક્યારેય ફિનાઇલનો ઉપયોગ નથી કરતા તો તે તમારી સૌથી મોટી ભૂલ છે. તેમજ ફિનાઇલનો ઉપયોગ તમારે જરૂરથી કરવો જોઈએ. આ દરમિયાન ફિનાઇલનો ઉપયોગ કરવાથી જમીન પરના સૂક્ષ્મ જંતુઓ, તેમજ બેક્ટેરિયા મરી જાય છે. આ સાથે જ તમારી ટાઇલ્સ પણ એકદમ ક્લીન થઈ જશે.
જો તમે ફિનાઇલ, મીઠું અને ગુલાબજળનું પાણી આ ત્રણેય વસ્તુઓ ભેગી કરીને પોતું મારશો તો તેનો ફાયદો તમને લાંબા સમય સુધી રહેશે. તેમજ દિવાળીની સાફ સફાઈમાં તમારે આ ટ્રીક ખાસ વાપરવી જોઈએ, જેથી તમારા ઘરમાં લાંબા સમય સુધી સ્વચ્છતા રહેશે અને ઘરે આવતા મહેમાનોને પણ સારું લાગશે.