બાળકોની 10મા અને 12માની બોર્ડની પરીક્ષા થોડા દિવસોમાં શરૂ થવા જઈ રહી છે. બોર્ડની પરીક્ષા પહેલા બાળકો પર પ્રી-બોર્ડ પરીક્ષામાં સારું પરફોર્મ કરવાના પ્રેસરમાં સ્ટ્રેસ અનુભવે છે. તો પેરેન્ટ્સએ તેમને ઈમોશનલ સપોર્ટ કરવો જોઈએ.
પરીક્ષા ગમે તે હોય, મોટાભાગના બાળકો તેના વિશે તણાવમાં રહે છે. ઘણી વખત બાળકો પ્રી-બોર્ડ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે દિવસ-રાત અભ્યાસમાં વ્યસ્ત રહે છે. તેઓ કલાકો સુધી રિવાઇઝ કરે છે, પરંતુ સ્ટ્રેસને કારણે તેમને કંઈ યાદ રહેતું નથી. આવી સ્થિતિમાં, માતાપિતાની જવાબદારી છે કે તેઓ તેમના બાળકોને મદદ કરે, જેથી તેઓ પરીક્ષાના સ્ટ્રેસમાંથી બહાર આવી શકે અને અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી શકે. બોર્ડ અને પ્રિ-બોર્ડ પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને, આજે આ લેખમાં અમે તમને માતાપિતાએ બાળકોના તણાવને કેવી રીતે ઓછો કરવો જોઈએ તે વિશે વિગતવાર જણાવીશું.
બાળકોમાં પરીક્ષાના તણાવના લક્ષણો
બાળકોને પરીક્ષાના તણાવથી બચાવવા પહેલા સ્ટ્રેસના લક્ષણો જાણવું ખૂબ જ જરૂરી છે. ચાલો પહેલા જાણીએ કે જો બાળક પરીક્ષાના તણાવમાં હોય તો કયા લક્ષણો જોવા મળે છે.
નિષ્ણાતોના મતે, જો તમારું બાળક અચાનક ખૂબ જ શાંત અને ઉદાસ થઈ જાય છે. તણાવમાં, બાળકોને અન્ય લોકો સાથે વાત કરવામાં સમયનો વ્યય લાગે છે.
પરીક્ષાના તણાવને કારણે બાળક તેના આહાર પર ધ્યાન આપતું નથી. તેનાથી વિપરીત, કેટલીકવાર બાળક તણાવમાં વધુ ખોરાક લેવાનું શરૂ કરે છે.
પરીક્ષાના તણાવને કારણે બાળકો ચીડિયા થવા લાગે છે. ઘણી વખત બાળકો દરેક મુદ્દા પર ગુસ્સો બતાવે છે.
તણાવને કારણે બાળકોને ઊંઘ આવતી નથી. જો બાળક મોડી રાત સુધી જાગતું રહે અને સવારે વહેલું જાગી જાય તો માતા-પિતાએ તેની સાથે વાત કરવી જોઈએ.
પરીક્ષાના તણાવને દૂર કરવા માટે માતા-પિતાએ આ ઉપાયો અપનાવવા જોઈએ
અભ્યાસનું સમયપત્રક બનાવો. પ્રિ-બોર્ડ પરીક્ષાઓ નજીક છે, તેનો અર્થ એ નથી કે બાળકે 24 કલાક અભ્યાસ કરતા રહેવું જોઈએ. બાળકોના શિક્ષણ માટે ટાઈમટેબલ જરૂરી છે. માતા-પિતાએ તેમના બાળકોના અભ્યાસનું શિડ્યુલ એવું બનાવવું જોઈએ કે જેથી તેમને રમવા અને શારીરિક પ્રવૃત્તિઓ કરવા માટે પણ સમય મળે. નિષ્ણાંતોનું કહેવું છે કે લાંબા સમય સુધી અભ્યાસ કરવાથી બાળકોને માનસિક પરેશાની થઈ શકે છે. અભ્યાસમાંથી સમયાંતરે બ્રેક લેવાથી બાળકો પરનો બોજ ઓછો થાય છે અને તેમની એકાગ્રતા પણ વધે છે.
બાળકો પર પ્રેસર ન નાખો
જો તમે ઇચ્છો છો કે તમારું બાળક પ્રી-બોર્ડ અને બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ મેળવે તો તેને અભ્યાસને લગતા ઘણા પ્રશ્નો ના પૂછશો. જ્યારે માતા-પિતા બાળકોને ઘણા પ્રશ્નો પૂછે છે, ત્યારે તેની તેમના મગજ પર અસર થાય છે. આવી સ્થિતિમાં બાળક પ્રેસરમાં આવે છે અને તણાવ અનુભવવા લાગે છે.
બાળકોની સમસ્યાઓ સાંભળો
પરીક્ષાના તણાવને કારણે બાળકો ઘણીવાર તેમના મિત્રોને મળી શકતા નથી. આવી સ્થિતિમાં, માતાપિતાની ફરજ છે કે તેઓ તેમના બાળકોની સમસ્યાઓ સાંભળે. જ્યારે તમે બાળકોની સમસ્યાઓ સાંભળો છો, ત્યારે તેમને સારું લાગે છે અને તે તેમના તણાવના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે.
સમજાવવાનો પ્રયત્ન કરો
જ્યારે માતા-પિતા સારા માર્ક્સ મેળવવા માટે તેમના પર દબાણ કરે છે ત્યારે બાળકો પર પરીક્ષાનો તણાવ વધે છે. નિષ્ણાતોના મતે, માતાપિતાએ બાળકો સાથે વાત કરવી જોઈએ. તેમને સમજવું જોઈએ કે પરીક્ષાના ગુણ જ બધું નથી. જો તે સરેરાશ માસ્ક લાવશે તો પણ તે ભવિષ્યમાં કંઈક સારું કરી શકશે.
શ્વાસ લેવાની તકનીકો શીખવો
અભ્યાસની સાથે બાળકોને વચ્ચે ઊંડા શ્વાસ લેવા જેવી કસરત કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. ખરેખર, કેટલીકવાર પરીક્ષાની તૈયારી કરતી વખતે, બાળક યોગ્ય રીતે પ્રશ્ન હલ કરી શકતું નથી. આવી સ્થિતિમાં, બાળક પ્રેસર અનુભવે છે અને તણાવમાં આવે છે. આવી સ્થિતિમાં, માતાપિતાએ બાળકને અભ્યાસ દરમિયાન ઊંડા શ્વાસ લેવાનો પ્રયાસ કરવા કેહવું જોઈએ. તેનાથી તેઓ વધુ હળવાશ અનુભવશે અને તેમનું ધ્યાન પણ વધશે.