હોટ-કોલ્ડ વોટર બોટલ કેવી રીતે સાફ કરવી:
ઉનાળા દરમિયાન, લોકો સામાન્ય બોટલની તુલનામાં હોટ-કોલ્ડ ટેકનોલોજી સાથે ફ્લાસ્ક બોટલનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. આ બોટલમાં કલાકો સુધી પ્રવાહીને મૂળ અવસ્થામાં સ્ટોર કરી શકો છો, જેનાથી ઉનાળાની ઋતુમાં ઠંડુ પાણી લઈ જવામાં સરળતા રહે છે. તો શિયાળામાં ગરમ પાણી અથવા ચા લઈ જવા માટે પણ ઉપયોગી થાય છે. જો તમે પણ ઘણા દિવસોથી આ પ્રકારની બોટલનો ઉપયોગ કરી રહ્યા છો, તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. વાસ્તવમાં, આ મોંઘી બોટલોની સમયાંતરે ડીપ ક્લિનિંગ જરૂરી છે. ખાસ કરીને ઉનાળામાં, ફૂગ અને બેક્ટેરિયા તેના રબર વિસ્તારમાં સરળતાથી એકઠા થાય છે. જે આપણે ઘણી વખત જોઈ શકતા નથી. જેના કારણે ઉધરસ, શરદી કે તાવ આવે છે. અને સારવાર બાદ પણ આપણે વારંવાર બીમાર પડતા રહીએ છીએ. તો ચાલો જાણીએ આ બોટલોને કેવી રીતે સાફ કરવી.
ફ્લાસ્ક બોટલને સાફ કરવાની રીત:
પ્રથમ રીત:
બોટલમાં અડધો કપ સફેદ વિનેગર ઉમેરો. હવે તેમાં એક ચમચી ખાવાનો સોડા ઉમેરો. હવે આ બંને વચ્ચે કેમિકલ રિએક્શન થશે. આ બોટલને ગરમ પાણીથી ભરો અને 10 મિનિટ માટે છોડી દો. હવે બ્રશની મદદથી બોટલની અંદરના ભાગને સારી રીતે ઘસીને સાફ કરો. ક્ષાર જમા થતાં વિસ્તારને વધુ કાળજીપૂર્વક ઘસવું જરૂરી છે.
બીજી રીત:
બોટલમાં અડધો કપ બરફના નાના ટુકડા ભરો અને તેમાં 2 ટેબલસ્પૂન મીઠું ઉમેરો. મીઠામાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. હવે ઢાંકણને બરાબર બંધ કરો અને બોટલને 10 થી 12 વખત સારી રીતે હલાવો. હવે થર્મોસની અંદર અને દરેક જગ્યાએ બ્રશની મદદથી ઘસો. આ રીતે બોટલ સારી રીતે સાફ થઈ જશે.