વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો સુવર્ણ યુગ ફરી જીવંત થઇ રહ્યો છે ત્યારે સોમનાથ મઁદિર અને આ તીર્થમાં વિકાસકાર્યો ના પ્રોજેક્ટ અનેકવિધ થઇ રહ્યા છે ત્યારે 21 જાન્યુઆરી એ સોમનાથ નજીક નિર્માણ થયેલ સર્કિટ હાઉસનું લોકાપર્ણ થનાર છે ત્યારે આજે લોકાપર્ણની પૂર્વ સંધ્યાએ સોમનાથ મહાદેવની આરતીનું ભવ્ય આયોજન થયું છે જેમાં જાણીતા લોકગાયક કિર્તીદાન ગઢવી મહાઆરતીનું ગાન કરશે.
સોમનાથનું શિવાલય અને સંધ્યાનો સમય અને આવા અલૈકિક માહોલમાં આજે સાંજે સોમનાથ મઁદિર સમીપવોકવે ખાતે આ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્ય ના બાંધકામ વિભાગ અને પવિત્ર યાત્રાધામના કેબિનેટ મંત્રી પૂર્ણશ મોદીની ખાસ ઉપસ્થિતિમાં આજે સાંજે આ સોમનાથ મહાદેવની મહાઆરતીમાં જાણીતા લોકગાયક કિર્તીદાન ગઢવી આ મહાઆરતીનું ગાન કરશે આ સમયે અન્ય લોકકલાકાર અને લોકસાહિત્યકારો ને ખાસ આમત્રણ અપાયું છે લોકગાયક કીર્તિદાન ગઢવીએ આ સોમનાથની મહાઆરતીનું ગાન કરનાર છે તે પૂર્વે જણાવ્યું છે સોમનાથ ના સાનિધ્યમાં દાદાની મહાઆરતીમાં ભાગ લેવાનો અવસરને હું ધન્યતા ની ઘડી ગણું છું.
વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં બાબાની નગરીમાં હાજર રહ્યા પછી સોમનાથમાં મહાઆરતી ભાગ લેવા નો આજે અવસર મળી રહ્યો છે તે સોમનાથની કૃપા જ ગણું છે ઉલ્લેખનીય એ છે સોમનાથ મઁદિર સાગર દર્શન પાસે નવનિર્મિત સર્કિટ હાઉસનું શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલ લોકપર્ણની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર સમીપ આ મહાઆરતીનું ભવ્યતાથી આયોજન થયું છે. અને સોમનાથના સાનિધ્યમાં અદભૂત અને અવિસ્મરણીય નજારો જોવા મળશે