ડીડીઓ, કોર્પોરેટર, કચ્છ સિવિલ સર્જન બાદ કલાકારો પણ ડેન્ગ્યુની ઝપટે
રાજયભરમાં ડેંગ્યુએ કહેર મચાવ્યો છે ત્યારે ડીડીઓ, કોર્પોરેટરો અને અધિકારીઓ બાદ હવે કલાકારો પણ ડેંગ્યુની ઝપટમાં આવ્યા છે. કચ્છની કોયલ તરીકે પ્રસિધ્ધ ગુજરાતી સીંગર ગીતા રબારી પણ બિમાર પડતા તબીબે ડેંગ્યુની અસર હોવાનું જણાવતા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામા આવ્યા હતા.
ડેંગ્યુનો કહેર યથાવત હોય તેમ કોર્પોરેટર, ડીડીઓ બાદ કલાકારને પણ ડેંગ્યુએ ઝપેટમાં લીધા છે. પ્રસિધ્ધ ગાયક કલાકાર ગીતા રબારી પ્રોગ્રામમાંથી આવ્યા બાદ તાવ અને શરીરમાં દુખાવો થતા તબીબ પાસે સારવાર માટે લઈ જતા ડેંગ્યુની અસર હોવાનું તબીબે જણાવ્યું હતુ.
ગીતા રબારીના રિપોર્ટમાં ડેંગ્યુની અસર જણાતા હાલ તેને હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
ઉપરાંત કચ્છમાં સીવીલ સર્જન અને સાત અન્ય તબીબો પણ ડેંગ્યુના ભરડામાં સપડાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.