ચીની કંપની ટીસીએલે વિશ્વનો પહેલો રોલેબલ એટલે કે ભૂંગળુ થઈ જાય તેવો સ્માર્ટફોન લોન્ચ કરવા જઇ રહી છે. જેને તમે રોટલીની જેમ ફોલ્ડ કરી શકશો અને પછી તેને ખેંચીને પણ શકાશે. આપણે છેલ્લા 2 વર્ષથી ફોલ્ડ કરી શકાય તેવા સ્માર્ટફોન વિશે સાંભળી રહ્યા છીએ, પરંતુ ટીસીએલ હવે લોકોને રોલેબલ સ્માર્ટફોનની દુનિયામાં લઈ જઈ રહી છે.
આ વર્ષની શરૂઆતમાં ટીસીએલે જાહેરાત કરી હતી કે તે રોલેબલ સ્માર્ટફોન પર કામ કરશે. ટીસીએલના આ રોલિંગ ફોનનો સ્ક્રીન 4,5 ઇંચની છે, પરંતુ તમે તેને ખેંચીને 6.7 ઇંચ સુધી લઈ જઈ શકો છો. એટલે કે રબરની જેમ ખેંચી શકાશે અને ભૂંગળાની જેમ ગોળ પણ વાળી શકાશે.
ટીસીએલનો આ ફોન ઓલેડ ડિસ્પ્લેથી સજ્જ છે અને કંપનીનો દાવો છે કે તે તેની સ્ક્રીન 2 લાખથી વધુ વખત રોલ કરી શકાય છે. આ સ્માર્ટફોન નજીકના સમયમાં લોન્ચ કરવામાં આવશે.