સિવિલ હોસ્પિટલમાં સાજા માણસોને માંદા કરવાની વીઆઈપી ટ્રીટમેન્ટ: વિપક્ષ નેતાના ટોણા
મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાની યાદી જણાવે છે કે હાલ સમગ્ર રાજકોટ શહેરમાં શિયાળો ગયા બાદ આજદિન સુધી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં હાલ મચ્છરોનો ત્રાસ અસહ્ય બન્યો છે તેમજ દર્દીઓની પરીસ્થિત ખુબ જ દયનીય બની છે જયારે સિવિલ હોસ્પિટલમાં જ ખુલ્લી ગટરો છેતેમાં સેવાળ જામી ગયા છે સફાઈ થતી નથી મચ્છરો પેદા કરવાની ફેક્ટરી બની ગઈ છે તેમજ દર્દીના સગાવહાલા સાથે આવ્યા હોય તેઓને સિવિલ હોસ્પિટલની મચ્છર પેદા કરવાની ફેક્ટરી માંથી સાજા માણસોને મચ્છરો કરડે પછી ડેન્ગ્યું, મેલેરિયા, ચિકનગુનિયા વગેરે જેવા મચ્છરજન્ય રોગો સાથે ભેટમાં લઈને જાય છે અને બે ત્રણ દિવસ પછી પોતે જ દર્દી થઇ ને પાછું આવવું પડે છે.
સમગ્ર રાજકોટમાં મેલેરિયા શાખા દ્વારા કોઈ જ નક્કર કામગીરી કરવામાં આવતી નથી તંત્ર દ્વારા કોઈ જ અડગ નિર્ણયો લેવામાં આવતા નથી સમગ્ર રાજકોટ શહેરમાં કચરા-ગંદકીના ગંજ જામી ગયા છે ત્યારે સ્માર્ટ સિટીનું સ્માર્ટ તંત્ર શું કરી રહ્યું છે સરકારે જાહેર કરેલ સ્માર્ટ સીટીના ૧૦૦ શહેરોમાં રાજકોટ નો નંબર પણ હતો પરંતુ રાજકોટના ભાજપના શાસકોની અને અધિકારીઓની નબળી કામગીરી ના હિસાબે આજે રાજકોટ છેક ૪૫માં ક્રમે ઘકેલાયું છે જે રાજકોટ માટે શરમજનક છે શરમજનક એટલા માટે છે કે ગુજરાતના મુખ્યમંત્રી રાજકોટના હોય તો પણ સ્માર્ટસીટીના શહેરોમાં ૧ થી ૧૦ માં નંબર ના લાવી શકનાર રાજકોટના અધિકારીઓ અને પદાધિકારીઓને શરમ આવવી જોઈએ. રાજકોટનું જનજીવન મચ્છરોથી ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યું છે ત્યારે હજુય પણ સમય છે અધિકારીઓ અને ભાજપના પદાધીકારીઓ જાગે અને આવનારા દિવસો શહેરમાં રોગચાળો ફાટી નીકળ્યો જે ખતરો રાજકોટ ઉપર મંડાઈ રહ્યો છે તેમાંથી રાજકોટની પ્રજાને મુક્ત કરાવે.
અમારા દ્વારા તા.૫ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના કમિશ્નરને પણ કોરોના વાઈરસ વિષે જાગૃતિ ફેલાવવા માટે શુચનો આપેલ હતા પરંતુ, કમિશ્નરે ભાજપના ઇશારે છેક ગઈકાલે એટલે કે ૧૧ દિવસો બાદ લોક જાગૃતિ ફેલાવવાની કામગીરીની જાહેરાત કરી છે પરંતુ હજુ સુધી કોઈ કામગીરી શરુ થઇ નથી આખા રાજકોટ શહેરમાં એકપણ જગ્યાએ હોર્ડિંગ બોર્ડ લાગ્યા નથી, શરમ તો ત્યારે આવે છે કે રાજકોટ મહાનગરપાલિકામાં આધાર કાર્ડ વિભાગ, ટેક્સ વિભાગ, સિવિક સેન્ટરોમાં દરરોજ હજારો લોકોની અવરજવર થતી હોય છે તો રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓને પણ માસ્ક આપવામાં આવેલ નથી કે સેનીટાઈઝર પણ મુકવામાં આવેલ નથી તો ઉપરની કામગીરી બાબતે જલ્દીથી કામગીરી કરે તેમજ તાકીદે લોકોને તંત્ર મદદરૂપ બને તેવું મનપાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાએ જણાવ્યું છે.