યે ટ્રોલિંગ ટ્રોલિંગ કયા હૈ ? યે ટ્રોલિંગ ટ્રોલિંગ ? બોલીવૂડમાં ફોગટિયા પ્રચારનો હાથવગો હથકંડો એટલે ટ્રોલિંગ મતલબ કે – ટીકા મતલબ કે નેગેટિવ પબ્લિસિટી બદનામ હુએ તો કયા હુઆ, નામ તો હુઆ… આ કહેવત અહીં બરાબર બંધ બેસે છે. પ્રિયંકા ચોપરા, દંગલ ગર્લ ફાતીમા સના શેખ વિગેરે ટ્રોલીંગના તાજા દાખલા છે. ટ્રોલિંગ એટલે ટીકા અથવા ઉતારી પાડવું. ખાસ કરીને બોલીવૂડ હીરોઇનો ટ્રોલિંગનો શિકાર બનતી હોય છે. જેમાં પ્રિયંકા ચોપરા, દંગલ ગર્લ કેટરીના કૈફ, ફાતિમા સના શેખ, રવીના ટંડન, શ્રુતિ હસન, અનુષ્ઠા શર્મા, વાણી કપૂર, આયેશા ટાકિયા, દીપિકા પાદુકોણ વિગેરે સામેલ છે. ખાસ કરીને ચહેરાની સર્જરી કરાવવા બદલ પ્રિયંકા ચોપરા, અનુષ્ઠા શર્મા, વાણી કપૂર, આયેશા ટાકિયા, શ્રુતિ હસન પર ટ્રોલિંગ થયું. અગાઉ શ્રીદેવી, માધુરી દિક્ષીત અને શિલ્પા શેટ્ટીએ નાકની સર્જરી કરાવી હતી. ત્યારે સોશીઅલ મીડિયાનું ચલણ ન હતું. પરંતુ ફિલ્મ મેગેઝીનોમાં તેમની ટીકા થઇ હતી. હવે સીનારિયો જુદો છે. પ્રિયંકા ચોપરાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની એક કલોઝ અપ તસવીર મૂકી કે ટ્રોલ થઇ ગઇ, સ્વાદખાટિયા લોકોને લાગ્યું કે પ્રિયંકાએ ચહેરાની સર્જરી કરાવી છે. દંગલ ફેઇમ ફાતિમા શેખે રમઝાન માસ દરમિયાન બિકિનીમાં પોતાની તસવીરો ઇન્સ્ટ્રા ગય્રામ પર મૂકી તેમાં હોબાળો મચી ગયો. ટ્રોલિંગ શું કામ થાય છે ? આમ તો બોલીવૂડમાં ફોગટિયા પ્રચારનો હાથવગો હથકડો એટલે ટ્રોલિંગ ! ઘણી વાર સ્ટાર ખુદ ઇચ્છે છે કે તેમની તસવીર કે લખાણનો જાણી જોઇને વિવાદ થાય અને તેનું ટ્રોલિંગ થાય
Trending
- ઈન્નરવ્હીલ ક્લબ ઑફ ઉમરગામ દ્વારા ટર્ફ ક્રિકેટ ટૂર્નામેંટનું આયોજન કરાયું
- Surat: કારમાંથી ઝડપાયો 6.21લાખના મુદ્દામાલનો વિદેશી દારૂનો જથ્થો
- Morbi: ટંકારામાં યુવક સાથે યુવતીએ લગ્ન કરી એક લાખની કરી છેતરપિંડી
- Surat: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે 2959 આવાસોનો કરાયો કોમ્પ્યુટરાઈઝ ડ્રો
- મારી યોજના પોર્ટલ: ગુજરાતે સ્થાપિત કર્યું સુશાસનનું વધુ એક ઉદાહરણ
- Morbi: યુ-કેજી વિદ્યાર્થીઓ દ્વારા વિશિષ્ટ ફનફેરનું કરાયું આયોજન
- “ડિજિટલ ગુજરાત” પ્રોજેક્ટની વિશેષ સિદ્ધિ
- Jasdan: પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ રૂ.230 લાખના ખર્ચે બનનાર પુલનું કર્યું ખાતમુહૂર્ત