કમોસમી વરસાદ બાદ ત્રીજા દિવસે ઝાકળ વર્ષા થતા ઠંડીમાં વધારો થયો છે. જેની સીધી અસર સામાન્ય જનજીવન પર થઇ છે. રવિવારની પરોઢથી ભર શિયાળે એક દિવસનું ચોમાસું જામ્યુ હતું.સૌરાષ્ટ્રભરમાં 1 મીમીથી લઈને 100 મીમી સુધી કમોસમી વરસાદ નોંધાયો હતો. જેના પગલે ઠંડીનું જોર વધ્યું હતું. રાત્રિથી જ ઠંડીએ પગદંડો જમાવી દીધો હતો અને મંગળવારે વ્હેલી સવારથી આકાશમાંથી ઝાકળ વર્ષા શરૂ થઈ હતી.

રાજકોટ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે ઉપ્પર વાહન વ્યવહાર ધીમો પડ્યો: આજથી ઠંડીનું જોર વધશે

Screenshot 1 6

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે વહેલી સવારથી વાતાવરણમા ધુમ્મ્સ છવાયું છે . શહેરમાં ધુમ્મ્સની ચાદર છવાયેલી જોવા મળી રહી છે. ગુલાબી ઠંડક વચ્ચે વાતાવરણમાં છવાયેલા ધુમ્મ્સના કારણે વિઝિબ્લિટીમાં ઘટાડો પણ થયો છે. ઔદ્યોગિક વસાહતો કારણે વ્યસ્ત અહીંના હાઇવે પર વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. રાજકોટમાં એક તરફ ધુમ્મ્સના કારણે નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા તો સાથે કેટલીક સમસ્યાઓ પણ નજરે પડી હતી. વાહનવ્યવહાર ધીમો પડ્યો હતો.રાજકોટ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે ઉપ્પર વાહન વ્યવહાર ધીમો પડ્યો હતો.

સદનશીબે વિઝિબ્લિટી ઘટવાના કારણે જિલ્લામાં માર્ગ અકસ્માતની કોઈ ઘટના સામે આવી નથી. ગુલાબી ઠંડક વચ્ચે વાતાવરણમાં છવાયેલા ધુમ્મ્સના કારણે વિઝિબ્લિટીમાં ઘટાડો થયો હતો. વાહન વ્યવહાર અને રેલ વ્યવહારને પણ આંશિક અસર પહોંચી હતી.

ડિસેમ્બરના પ્રારંભથી ઠંડી જોર પકડશે

હવામાન વિભાગના મતે ગુજરાત પરથી વરસાદી સિસ્ટમ પસાર થઈ ચૂકી છે ત્યારે હવે કમોસમી વરસાદ પડવાની કોઇ શક્યતા નથી. આ સાથે જ મંગળવારથી હવામાન વિભાગે ઠંડીનું જોર વધવાની શક્યતા વ્યક્ત કરી છે. કમોસમી વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. જેના કારણે રાજ્યના લોકો હવે ઠંડીના ચમકારોનો અનુભવ કરશે. તો ડિસેમ્બરના પ્રારંભથી તો હાડ થિજાવતી ઠંડી પડવાની હવામાન વિભાગને આગાહી કરી છે. રાજ્યમાં ખેડૂતો માટે હવે રાહતના સમાચાર આવ્યા છે. આજથી કમોસમી વરસાદની કોઇ શક્યતા નથી. હવામાન વિભાગના કહેવા પ્રમાણે આજથી ભારે વરસાદની કોઈ સંભાવના નથી. રાજ્યના કોઇ જગ્યાએ સામાન્ય વરસાદ વરસી શકે છે. વરસાદી સિસ્ટમને પગલે તાપમાનનો પારો ગગડયો છે. રાજ્યમાં મોટાભાગના શહેરોમાં તાપમાન 4 ડિગ્રી જેટલું ઘટયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.