દ્વારકા યાત્રાધામમાં દરેક ધાર્મિક ઉત્સવની ઉજવણી ધાર્મિક માહોલ અને ભાવના સાથે ઉજવાય છે. દ્વારકાધીશ જગત મંદિરમાં ફૂલડોલ ઉત્સવ નિમિતે લાખો ભાવિકોએ જય રણછોડના શુભ નાદ સાથે કાળીયા ઠાકોરનાં સાંનિધ્યમાં અબીલ ગુલાલની છોળો રેલાવી ધર્મમય વાતાવરણમાં રંગેચંગે ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરી હતી.
દિન પ્રતિદિન દ્વારકા દર્શનનું મહત્વ સતત વધતુંજતું હોય લાખો ભાવિકો પગપાળા અને અન્ય માર્ગે દ્વારકા આવેલ હોય હજારો ભાવિકોએ ભગવાનની સાથે ફૂલડોલ ઉત્સવ મનાવી જાણે કાન્હા સાથે રંગે રમ્યાનો અનેરો ઉત્સાહ ચોમેર જોવા મળ્યો હતો.