લાલુ પર ચારા કૌભાંડમાં ૬ કેસ ત્રણમાં સજા પડી
ચારા કૌભાંડ સાથે જોડાયેલા દુમકા ટ્રેઝરી કેસમાં રાંચીની સ્પેશિયલ સીબીઆઇ કોર્ટે લાલુ પ્રસાદ યાદવને દોષીત જાહેર કર્યા છે. જયારે ડો. જગન્નાથ મીશ્રાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. લાલુ પર ચારા કૌભાઁડમાં કુલ ૬ કેસ રજીસ્ટર્ડ છે. તેમાંથી ૪ કેસમાંલાલુ યાદવ દોષિત જાહેર થયા છે. હાલ લાલુ ચારા કૌભાંડ સાથે જોડાયેલા દુમકા ટ્રેઝરી કેસમાં રાંચીની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે લાલુ પ્રસાદ યાદવને દોષિત જાહેર કર્યા છે. જ્યારે ડો. જગન્નાથ મિશ્રાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. લાલુ પર ચારા કૌભાંડમાં કુલ ૬ કેસ રજિસ્ટર્ડ છે. તેમાંથી ૪ કેસમાં લાલુ યાદવ દોષિત જાહેર થયા છે . હાલ લાલુ રાંચીની બિરસા મુંડા સેન્ટ્રલ જેલમાં બંધ છે. દુમકા ટ્રેઝરી કેસમાં દોષિત લાલુ પ્રસાદ યાદવની સજાની સુનાવણી આજે કરાશે નહીં. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે ૨૧,૨૨ અને ૨૩ માર્ચના રોજ વકીલની દલીલો સાંભળીને લાલુ સામે સજાનો ચુકાદો આપવામાં આવશે.
દુમકા ટ્રેઝરી કેસનો ચુકાદો આવ્યા પછી આરજેડી નેતા રઘુવંશ પ્રસાદ સિંગે ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા કહ્યું છે કે, આજે પણ મોદી અને નીતિશનો મેળ છે. ડો. જગન્નાથ મિશ્રાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે અને લાલુને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. આ જ મોદીનો ખેલ છે કે એકને જેલ અને એકને બેલ મળી છે.
કૌભાંડ થયું ત્યારે લાલુ બિહારના મુખ્યમંત્રી હતા. તેમની પાણે નાણા મંત્રાલય હતું. આરોપ છે કે, તેમણે તેમના પદનો દુરઉપયોગ કરીને કેસની તપાસ માટે આવેલી ફાઈલને ૫ જુલાઈ ૧૯૯૪થી ૧ ફેબ્રુઆરી ૧૯૯૬ સુધી અટકાવી રાખી હતી. ૨ ફેબ્રુઆરી ૧૯૯૬માં તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com