પરિવહનમાં છુટછાટ મળતા એફએમસીજી સેકટરને રાહત હંગામી આઉટલેટ સહિતના વિકલ્પો ધ્યાનમાં લેવાયા
વિશ્ર્વની સૌથી મોટી લોકશાહી અને દુનિયાભરમાં સૌથી વધુ વિસ્તૃત અસરકારક અને લાભના લાડવાનો યુલભાણુ ગણાતી ભારતીય બજારમાં હવે ‘ફાસ્ટમુવિંગ ક્ધઝયુમન્સ ગુડસ’‘એફએમસીજી’ નો દલદલો, ઉપયોગ અને અસરકારક નેટવર્કનો પ્રભાવ વધતો જાય છે. ત્યારે લોકડાઉનના આ સમયમાં જયારે લોકડાઉન વધુ લંબાવવામાં આવ્યું છે ત્યારે દૈનિક જીવન જરૂરિયાતોની ચીજો માટે એફએમસીજી ક્ષેત્રની મોટાગજાની કંપનીઓ તૈયાર છે પરંતુ આ ક્ષેત્રમાં અત્યારે કામદારોની ઘટ્ટનો પડકાર ઊભો થયો છે.
આંતરિક જરૂરિયાત, પરિવહન અને જીવન જરૂરી ચીજવસ્તુઓની ઉપલબ્ધી માટે મોટી કંપનીઓ દેશસેવામાં ત્યાર બની છે. દેશની સગ્રિણી બિસ્કીટ અને ડેરી ઉત્પાદકંપની બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીના મેનેઝીંગ ડાયરેકટર વરૂણબેરીએ જણાવ્યુ હતુ કે અમે કુલ ઉત્પાદનના ૬૫% સુધી પહોંચી ચુકયા છીએ અલબત અત્યારે કંપની કામદારોની ઘટ્ટની અછતનો સામનો કરી રહી છે જો કે, દેશના મોટાભાગના રાજયોમાં ધીરેધીરે પરિવહનના મુદ્દાઓ છુટછાટના કારણે ઉકેલનારા છે લોકડાઉનના પરિણામે કામદારોની અછત અને ખટારાઓની હેરફેર પર પ્રતિબંધ હોવાના કારણે સાધન સામગ્રીની મોટી અછત ઊભી થઇ છે. તેમ છતાં સરકાર દ્વારા ગયા અઠવાડિયે જારી કરેલી કેટલીક છુટછાટોને કારણે પરિવહન શરૂ થયુ છે અને પરિસ્થિતિ સુધારા પર હોવાનુ અદાણી વિલમેર કે જે તેલ, લોટ અને ચોખાનો વેપાર કરે છે તેના નાયબ મુખ્ય અધિકક્ષ અંગાશુ માલિકે જણાવ્યુ હતુ કે હજુ કંપની ઉત્પાદન અને માલ પરિવહનના કામો માટે કર્મચારીઓની ઘટ્ટનો સામનો કરી રહી છે. મધરડેરીના પ્રવકતાએ મંગળવારે જણાવ્યુ હતુ કે સરકારની છુટછાટને કારણે મુખ્ય કેન્દ્રો પર હંગામી આઉલેટ ઊભા કરીને તેલ સહિતની ખાદ્ય સામગ્રી વેચવાનુ શરૂ કરવામાં આવ્યું છે.
વિતરણ ચેઇન ખોરવાય નહી તેની તાતી જરૂર
દેશના ગૃહમંત્રાલયે તમામ રાજયો અને સ્થાનિક વહીવટી તંત્રને એફએમસીજી ક્ષેત્રમાં જરૂરી ચીજવસ્તુઓ તરીકે નોંધાયેલા ખોરાક અને અના ઉત્પાદનોની અવરજવર માટે પરિવહનની વ્યવસ્થા શરૂ કરાવવા આદેશ આપ્યો છે અત્યારે પરિસ્થિતને રાબેતા મુજબ બનાવવા માટે પરિવહન ક્ષેત્રેને દુરસ્ત કરાવવા પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. પ્રતાપસ્નેહના મુખ્ય અધિકારી સુભાષિય બાસુએ જણાવ્યું હતુ કે અત્યારે દેશમાં વિસ્તરણ શખલા દુરસ્ત કરવાની જરૂર છે. યલો ડાયમંડ બ્રાન્ડ ઉત્પાદકની આ કંપની સામે અત્યારે કામદારોની અછતનો પ્રશ્ર્ન પડકાર બનીને સામે આવ્યો છે.