બજારના ‘રાજા’ ગણાતા ગ્રાહકોને ‘આકર્ષવા માર્કેટીંગ અને બ્રાંન્ડીંગ’ને હથિયાર બનાવતી કંપનીઓ
વધુ બ્રાંન્ડીંગ ધરાવતી વસ્તુઓ ખરીદવા તરફ ગ્રાહકોનો ઝુકાવ વધુ
આજના સમયે ઘરવપરાશમાં ઉપયોગમાં લેતી ચીજ વસ્તુઓથી માંડી મસમોટી વસ્તુઓનાં વેચાણ અર્થે કંપનીઓ વચ્ચે ‘ડીજીટલી’ હરિફાઈ ઉભી થઈ છે. જોકે, વિકસતા જતા આ ૨૧મી સદીનાં આધુનિક સમયમા ચીજ વસ્તુઓનાં વેચાણને લઈને તો ખરા જ પણ આ સાથે બજાર હરિફાઈમાં ટકી રહેવા માટે પણ પ્રોડકટસનું માર્કેટિંગ કરવું એક અનિવાર્ય બાબત બની ગઈ છે. એમાં પણ પાછલા તોડા સમયથી કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે કોરોનાના કારણે આર્થિક, સામાજિક, ધાર્મિક એમ તમામ ક્ષેત્રે ગંભીર અસરો ઉપજી છે. કોરોનાથી જાણે ‘અસ્પૃશ્યતા’ ઉભી થઈ હોય તેમ કોઈ પણ ચીજ વસ્તુઓને અડકવાથી લોકો બચી રહ્યા છે. ફુડ અંગે લોકોમાં ‘FMCG’ ભય ફેલાયો છે. આ બાબત કંપનીઓને પ્રત્યક્ષ કે પરોક્ષ પણે મોટી નુકશાની કરાવનારી બને છે.કારણ કે અંતે તો કંપનીઓનો વ્યાપ વિસ્તાર ગ્રાહકોને જ આધારે છે ને ગ્રાહકો જ ‘બજાર’નો રાજા છે. કોરોનાકાળ વચ્ચે ગ્રાહકોને પુન: આકર્ષિ પરિસ્થિતિ સામાન્યત: બનાવવા અને ગ્રાહકોમાં ફેલાયેલા ‘FMCG’ ભયને દૂર કરવા કંપનીઓ મેદાને ઉતરી છે. અને આ માટે મસમોટી કંપનીઓએ ‘બ્રાન્ડ’નો સહારો લીધો છે. જાહેરાત ભંડોળના કોથળાઓ ખૂલ્લા મૂકયા છે.
આજના સમયે કોઈપણ પ્રોડકટ્સના વેચાણનો વ્યાપ વધારવા માટે તેની જાહેરાત જરૂરી છે. જાહેરાત થકી પ્રોડકટસની માહિતી લોકો સુધી પહોચાડી પોતાના બ્રાન્ડીંગની નવી ઈમેજ ઉભી કરવું જરૂરી બની ગયું છે તો બીજી તરફ ગ્રાહકોમાં પણ સૌથી વધુ પ્રખ્યાત બ્રાન્ડીંગવાળી વસ્તુઓ ખરીદવાનો ખ્યાલ વિકસ્યો છે. વધુ માર્કેટીંગ ધરાવતી અને તેમાં પણ જૂની બ્રાન્ડવાળી ચીજ વસ્તુઓ પર લોકો વધુ વિશ્ર્વાસ મૂકી રહ્યા છે. ઉદાહરણ તરીકે જોઈએ તો આજકાલ દુધ, દહિ, બટર, ચીજો વગેરેમાં અત્યારે ઘણી એવી કંપનીઓ ઉભી થઈ છે કે જેઓ આ પ્રોડકટસ વેચી રહ્યા છે.પરંતુ આ કંપનીઓ પર ‘ઓછી’ વિશ્ર્વસનીયતા મૂકી લોકો જૂની એવી બ્રાન્ડ ‘અમુલ’ તરફ જ ઝુકાવ રાખી રહ્યા છે.
માંગ પૂરવઠાના નિયમો મુજબ બજારમાં ગ્રાહકોનો સ્વભાવ અને તેમના પ્રતિભાવો ખૂબ મહત્વ રાખતા હોય છે. અને હાલ કોરોનાના સમયમાં ગ્રાહકોની વર્તુણકમાંથી કંપનીઓતે દિશામાં કામ કરવા તરફ જુટાઈ છે. જે મુજબ એફએમસીજી (ફાસ્ટ મુવીંગ ક્ધઝયુમર ગ્રુડસ) ઈન્ડસ્ટ્રીના એડવર્ટાઈઝીંગ સ્ટ્રકચરમાં ખૂબ મોટા બદલાવો થયા છે. એફએમસીજી એટલે એવા ગુડસ કે જેમાં ખાધવસ્તુઓ, કોસ્મેટિકસ, કેન્ડિ જેવી ઓછા સમય માટે સંગ્રહિત કરી શકાય તેવી વસ્તુઓનો સમાવેશ થાય છે.
કોરોનાકાળમાં લોકડાઉન બાદ આર્થિક સહિતની તમામ પ્રવૃત્તિઓ ફરી ધમધમતા અર્થતંત્રની ગાડી ફરી પાટે ચડી છે. ખરાબ સમય વિતી ચૂકયો હોય તેમ બજારમાં ફરી રંગત જોવા મળી રહી છે. અને આ ક્ધઝયુમર ગુડસ ક્ષેત્રે સ્થિતિ ફરી સાનુકુળ કરવા કંપનીઓ આગળ આવી છે. હિન્દુસ્તાન યુનિલીવર, અમુલ, બ્રિટાનીયા, આઈટીસી, એલજી, પાર્લે, ઈમામી, મેરીકો, ડાબર જેવી મોટાભાગની કંપનીઓનું માનવું છે કે, જાહેરાત અને બ્રાન્ડીંગ થકી જ ગ્રાહકોને વધુને વધુ આકર્ષિ શકાશે પણ આ સાથે ગ્રાહકોને બ્રાન્ડીંગ મુજબની વસ્તુઓ પણ પહોચાડવી અમારી પ્રાથમિકતા રહેશે.
હિન્દુસ્તાન યુનિલીવરના ચીફ ફીનાન્સીયલ ઓફિસર શ્રીનીવાસ પાઠકે આ અંગે જણાવ્યું કે, એચયુએલે તેની વિવિધ બ્રાન્ડો પર જાહેરાત અનેકગણી વધારી છે. અને કોરોનાની માર્કેટ પરની અસર ધીમી પડતા માંગમાં વધારો થયો છે જે એક હકારાત્મક પાસુ છે. અને આ માંગને વધુ આગળ ધપાવવા કંપની દ્વારા જાહેરાત ભંડોળમાં ઘણો વધારો કરાયો છે. બ્રિટાનીયાના એમડી વરૂણ બેરીએ આ અંગે જણાવ્યું કે, કોરોના વચ્ચે લોકોમાં વિશ્ર્વાસનીયતા કેળવવી સરળ નથી પ્રોડકટસના માર્કેટીંગ અને વેચાણ માટે બ્રિટાનીયા દ્વારા પણ છેલ્લા છ મહિનામાં જાહેરાતનો હિસ્સો અનેકગણો વધારાયો છે. જેનાથી બ્રિટાનીયાની પ્રોડકટસ ગુડ ડે, મારી, મીલ્ક બિકીગે વગેરેનું વેચાણ વધ્યું છે. મેરીકોના મેનેજીંગ ડિરેકટર સોગતા ગુપ્તાએ કહ્યું કે, વેચાણના ૯.૫ ટકા જેટલો હિસ્સો જાહેરાત પાછળ ખર્ચ થાય છે.અને અમે આ ક્ષેત્રે વધુને વધુ રોકાર અર્થે પ્રયત્નશીલ છીએ.
ભારતના સૌથી મોટા એપલાયન્સ મેકર એલજી, ઈન્ડિયાનું કહેવું છે કે તેણે આ વર્ષનાં જુલાઈથી નવેમ્બર માસ દરમિયાન લગભગ ડબલ માર્કેટીંગ કર્યું છે. સમયમાં તહેવારની સિઝનને કારણે અમે એડવર્ટાઈઝમેન્ટમાં બે ગણુ રોકાણ કર્યું છે. એશિયાની સૌથી મોટી દુધ ઉત્પાદક કંપની અમુલે આ અંગે જણાવ્યું કે, આ વર્ષે તેમણે તેમની જાહેરાતમાં ૧૦ થી ૧૫%નો વધારો કર્યો છે. અમુલના એમડી આર.એસ. સોધીએ કહ્યું કે, કોરોનાને કારણે ડીજીપ્લી માર્કેટીંગમાં ઉછાળો થયો છે.