‘ઇન્ડિપેન્ડેન્સ’ બ્રાન્ડમાં વિવિધ કેટેગરીમાં મુખ્ય ખાદ્ય ચીજવસ્તુઓ, પ્રોસેસ્ડ ફૂડ્સ, પીણાં અને દૈનિક આવશ્યકતાઓની અન્ય વસ્તુઓનો સમાવેશ

 

રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડની એફએમસીજી શાખા અને તેની જ સંપૂર્ણ માલિકીની પેટાકંપની રિલાયન્સ ક્ધઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે આજે ગુજરાતમાં તેની સ્વદેશી મેડ-ફોર-ઇન્ડિયા ક્ધઝ્યુમર પેકેજ્ડ ગૂડ્ઝ બ્રાન્ડ ઈન્ડિપેન્ડન્સ લોન્ચ કરી છે.પ્રમુખ સ્વામી મહારાજની શતાબ્દી ઉજવણી પ્રસંગે ગ્રાહકો અને કરિયાણાના ભાગીદારો સમક્ષ ઇન્ડિપેન્ડેન્સ દ્વારા વિવિધ શ્રેણીના ઉત્પાદનો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં પ્રોસેસ્ડ ફૂડ્સ અને અન્ય દૈનિક આવશ્યક વસ્તુઓ સહિતની ચીજવસ્તુઓનો કરાયો છે.

“મને અમારી પોતાની એફએમસીજી બ્રાન્ડ ઇન્ડિપેન્ડેન્સ લોન્ચ કરવાની જાહેરાત કરતાં આનંદ થાય છે જે ખાદ્યતેલ, કઠોળ, અનાજ, પેકેજ્ડ ફૂડ અને દૈનિક જરૂરિયાતના અન્ય ઉત્પાદનો સહિત ઉચ્ચ ગુણવત્તાની અને સસ્તા ઉત્પાદનોની વિશાળ પસંદગી પૂરી પાડે છે,”તેમ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના ડિરેક્ટર ઈશા અંબાણીએ જણાવ્યું હતું. “આ બ્રાન્ડ ‘વાસ્તવિક ભારતીય સમસ્યાઓ માટે ખરેખર ભારતીય ઉકેલો’ને ચરિતાર્થ કરે છે, જેને ‘કણ કણ મેં ભારત’ તરીકે દર્શાવવામાં આવે છે, તેનાથી ભાવનાત્મક જોડાણ સર્જાય છે અને ભારતીયોને સર્વસમાવેશકતાનો અનુભવ થાય છે.”
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સિદ્ધાંતો પર ચાલતાં રિલાયન્સ ક્ધઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડનો ઉદ્દેશ્ય ભારતીયોને સ્વદેશી રીતે વિકસિત ઉત્પાદનો સાથે સશક્ત બનાવવાનો છે. કંપની તેના એફએમસીજી બિઝનેસ માટે સંચાલનમાં શ્રેષ્ઠતા લાવવા માટે ગુજરાતને “ગો-ટુ-માર્કેટ” રાજ્ય તરીકે વિકસાવવાની યોજના ધરાવે છે, કારણ કે આ પ્રક્રિયા બ્રાન્ડ માટે રાષ્ટ્રીય સ્તરે જવાની તૈયારી કરાવશે.

ગુજરાતમાં બ્રાન્ડ રિલાયન્સની ઇક્વિટી અને આકર્ષણના આધારે કંપની ભારતમાં ગ્રાહકો, ઉત્પાદકો, વિતરકો અને કરિયાણા જેવા તમામ હિસ્સેદારો માટે ‘ઇન્ડિપેન્ડેન્સ’ થકી સશક્તીકરણની એક ચળવળ શરૂ કરવાની યોજના ધરાવે છે. ઈન્ડિપેન્ડન્સના ઉત્પાદનોને ભારતીય ગ્રાહકોની જરૂરિયાતોની અલગ સમજણ સાથે તૈયાર કરવામાં આવે છે અને ભારતીય ઘરોમાં સ્થાન મેળવશે તેની ખાતરી છે, કારણ કે તે માત્ર ભારતમાં જ નથી બનાવવામાં આવી પરંતુ ભારત માટે પણ બનાવવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.