આ પ્રાણીની વિચિત્રતા એ છે કે તે પાછળની બાજુના અને આગળના પગની વચ્ચે આવેલ મોટી પટલની મદદથી એક વૃક્ષથી બીજા વૃક્ષ સુધી પ્લેનની જેમ ઉડાન કરે છે, વિશ્ર્વમાં ૩૦૦ થી વધુ પ્રજાતિઓ જાખિસકોલી જોવા મળે છે

આ પૃથ્વી પર ચિત્ર-વિચિત્ર પ્રાણીઓ જંગલોમાં જોવા મળે છે. કેટલાય અસામાન્ય પ્રાણીઓ છે. જે પાંખ વિના કુશળતા પૂર્વક હવામાં ઉડી શકે છે. આવું જ એક નાનકડું પ્રાણી ખિસકોલી છે. જમીન ઉપર રહેનારી ખિસકોલી સાથે વિશ્ર્વમાં અનેક પ્રજાતિઓ જોવા મળે છે, જેમાં ઉડતી ખિસકોલીને જોવી એક લ્હાવો છે. તેની વિવિધ પ્રજાતિમા: સરળ ઉડતી ખિસકોલી, ઉન પાંખો, ટેનોનેલ્સ અને મર્સુપિયલ ઉડતી ખિસકોલી છે.

આના પૂર્વજો, વંશવાલી ૧પ૦ મિલિયન વર્ષો પહેલા શરૂ થઇ હતી. તથ્યોની પુષ્ટિ ૧૬૦ કરોડ વર્ષો જુની છે, જે ચાયનામાં જોવા મળતી હતી. પ્રાચિન ઉડતી ખિસકોલી એક વૃક્ષના ટોચથી બીજા વૃક્ષના થડે ચોટતી જોવા મળતી હતી. ઉડે ત્યારે ગ્લાઇડર જેવો આકાર થઇ જતા તેને ‘ગ્લાઇડર’ પણ કહેવાય છે. તેની વિશિષ્ટતામાં પાછળના ભાગ અને આગળના પગ વચ્ચે મોટો પટલ હોય છે જે તેને ઉડવામાં મદદરૂપ થાય છે. તેનું કદ ર૦ થી રર સે.મી. લાંબી પૂંછડી સાથે પણ વધતું નથી. માદા કરતા નર જાડો અને મજબુત હોય છે. તેના તીક્ષ્ણ પંજા ઝાડની ડાળી, થડ સાથે ચિપકી જવા મદદરૂપ થાય છે.

નાનું માથુ ગોળ, કાળી આંખો, તીક્ષ્ણ પંજા, નરમ રૂવાટી, રેશમ જેવું નરમ શરીર હોય છે. તે સિઝન આધારે રંગ બદલે છે, શિયાળામાં સફેદ ગ્રે શેડ, ઉનાળામાં થોડો લાલ રંગ સાથે શિકારીથી બચવા માસ્કનું આવરણ સાથે અદ્રશ્ય પણ બની શકે છે. પૃથ્વી પ્રકૃતિમાંઉડતી ખિસકોલી સમગ્ર દુનિયામાં જોવા મળે છે, ખાસ તો રશિયા, અમેરિકા, યુરોપ જેવા ખંડમાં મોંગોલીયા, ચિન, કોરીયા વિગેરે દેશોમાં અને સખાલીન પર, કુરિલ આઇલેન્ડ જાપાનમાં જોવા મળે છે. તેમના રહેઠાણમાં જંગલો, મનુષ્યો વસાહતની નજીકના ખેતરો, વૃક્ષો કે મકાનોની છતના બખોલમાં રહે છે. તે હવામાં ઉડવા માટે વૃક્ષની ટોચે ચડીને બીજા વૃક્ષ ઉપર  ઉડતી છલાંગ લગાવે છે. એક નાનકડી બખોલમાં નર-માદા રહે છે. નેચર વાતાવરણમાં ૬ થી ૭ વર્ષ અને પાંજારામાં ૧ર વર્ષ જીવે છે. તેઓ શિયાળા માટે પોતાના રહેઠાણોમાં ખોરાકનો સંગ્રહ કરી રાખે છે. મોટા ઉડતા પક્ષીઓ ગરૂડ, ગીધ, સમડી જેવાનો તે મન પસંદ શિકાર છે જો કે ખિસકોલીની ભાગવાની વધુ ઝડપ હોવાથી ઘણીવાર શિકાર ફેલ જાય છે.

વિશ્ર્વમાં ૩૦૦ પ્રકારની ખિસકોલી  જોવા મળે છે. તેના પગ ખુબ લાંબા હોવાથી ‘પેરાશુટ’ ને વધુ ફેલાવીને ઉડી શકે છે. લુપ્ત થતી આ પ્રજાતિને બચાવવી જરુરી છે. તે ભારત, ચીન, શ્રીલંકા, ઇન્ડોનેશીયા, મ્યાનમાર, થાઇલેન્ડ, તાઇવાન વિયેટનામ વિગેરે દેશોમાં જોવા મળે છે. ગુજરાતમાં આવેલા રતન મહાલ રીંછ અભ્યારણ કેવડી અભ્યારણ તથા તેની આસપાસના જંગલોમાં જોવા મળે છે.એક ઝાડ પરથી બીજા ઝાડે ર૦ થી ૩૦ ફુટનો કુદકો મારે છે. ઓસ્ટ્રેલીયામાં વિશેષ જોવા મળતી આ ખિસકોલીનીજોડીની કિંમત અંદાજે ત્રણ લાખ રૂણિયા જેટલી હોય છે. ગુજરાતના વાંસદા નેશનલ પાર્કમાં ઉડતી ખિસકોલી જેવા ઘણા દુર્લભ અને લુપ્ત જાતીના જીવો જોવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.