રાજસ્થાન અને મધ્યપ્રદેશને જાેડતો દાહોદ જિલ્લો જાણે ગાંજાની ખેતરમાં એપી સેન્ટર ગણાતું હોય તેમ પણ પ્રતિત થઈ રહ્યું છે.ત્યારે ફરી એક વખત ગુજરાતમાં ગાંજાનું ખેતર પકડાયું છે. આ ઘટના દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના સાલીયા ગામેની છે જ્યાં અલગ અલગ ત્રણ ખેતરોમાં ગાંજાની ખેતી કરનાર આરોપીને પકડી પાડવામાં આવ્યા છે.
અલગ અલગ જગ્યાએ ઉગાડેલ લીલા ગાંજાના છોડ નંગ. ૧૮૭૫ કિંમત રૂા. ૧૧,૪૦,૩૪૦૦ના જથ્થા સાથે બે ખેતર માલિકોની અટકાયત શહેર SOG દ્વારા કરવામાં આવી છે.
દેવગઢ બારીઆમાં વધુ ત્રણ ખેતરમાં લીલા ગાંજાના વાવેતરના છોડ પકડતા સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. દેવગઢ બારીઆ તાલુકાના સાલીયા ગામે કરોધ ફળિયામાં રહેતાં નરસિંહ ફતાભાઈ પટેલ તથા ગણપતભાઈ સરતનભાઈ બારીયાના ત્રણ ખેતરોમાં લીલા ગાંજાનું વાવેતર કર્યું હોવાની દાહોદ એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી મળી હતી.
બાતમીના આધારે ઓચિંતો દરોડા પાડતા ત્રણેય ખેતરોમાં ઉગાડેલ લીલા ગાંજાના છોડ નંગ ૧૮૭૫ કિલોગ્રામ મળી આવ્યો હતો.જેની કિંમત રૂા. ૧૧૪૦૩૪૦૦ નો જથ્થો કબજે લીધો હતો. ઉપરાંત બંન્ને આરોપીની પણ પોલીસે અટકાયત કરી લીધી છે.
વધુમાં જાણવા મળ્યાં અનુસાર, ખેતરોમાં તુવેરના પાક સાથે ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું. પોલીસે બે સરકારી પંચોને સાથે રાખી ગાંજાના છોડ કબજે કર્યાં હતાં. તેની સાથે સાથે એફ.એસ.એલ. ના અધિકારીઓને પણ બોલાવી ઉપરોક્ત ત્રણેય ખેતરોમાં મળી આવેલ ગાંજાના છોડના પરિક્ષણ કરતાં તમામ છોડ લીલા ગાંજા હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે ગાંજાના છોડ કબજે લઈ ઉપરોક્ત બંન્ને ઈસમો વિરૂધ્ધ પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.