પોલીસને બે બોટલ દારૂનો કેસ કરવો સરળ પણ ડ્રગ્સનો કેસ કરવો માથાનો દુ:ખાવો: પોલીસની નિષ્ક્રિયતાથી હોસ્પિટલ ચોકથી ગાંધીનગરની બજાર સુધી છડેચોક થતુ ડ્રગ્સનું વેંચાણરાજયમાં નાર્કોટીકસ કંટ્રોલ બ્યુરો માત્ર એક જ સ્થળે અને તે પણ નિષ્ક્રિય અવસ્થામાં રહેતા ડ્રગ્સ માફીયાઓને નશીલા દ્રવ્યોના વેંચાણનો પીળો પરવાનાડ્રગ્સના કેસમાં લેન્ધી પ્રોસીઝરથી પોલીસ કેસ કરવામાં આંખ આડા કરેલા કાનથી ચરસ, ગાંજો અને બ્રાઉન સુગરના શરૂ થયેલા ઠેર-ઠેર હાટડો
રાજકોટ પોલીસ અને એનસીબીએ તાજેતરમાં જ ચરસ અને ગાંજાનો મોટો જથ્થો ઝડપી સંતોષ માન્યો હોય તેમ પોતાની સારી કામગીરીની વાહ-વાહ મેળવી રહ્યાં છે. ત્યારે વાસ્તવિકતા કંઈક જૂદી જ છે. રાજકોટના હોસ્પિટલ ચોકથી લઈ ગાંધીનગરની બજાર સુધી ખુલ્લેઆમ ચરસ, ગાંજો અને બ્રાઉન સુગર જેવા નશીલા દ્રવ્યોનું વેંચાણ થઈ રહ્યું છે. ગુજરાતમાં પણ પંજાબ જેવી સ્થિતિ સર્જાશે અને એક દિવસ નઉડતા ગુજરાતથ બની જશે તેવી દહેશત વ્યકત થઈ રહી છે.
ડ્રગ્સના કેસ કરવામાં ખાટલે મોટી ખોટ જેવી સ્થિતિ છે. પોલીસ માટે બે બોટલ દારૂનો કેસ કરવો સરળ છે પણ ચરસ, ગાંજો અને બ્રાઉન સુગર જેવા ડ્રગ્સના કેસ કરવા માથાનો દુ:ખાવા સમાન છે. ડ્રગ્સના કેસમાં પોલીસ લેન્ધી પ્રોસીઝરના કારણે આંખ આડા કાન કરે છે. જયારે દાના કેસમાં આવી કોઈ લાંબી પ્રોસીઝર ન હોવાના કારણે દાબંધીનો અમલ કરાવે છે. દાબંધી કરતા પણ વધુ ખતરનાક ડ્રગ્સનો નશો હોવાનું તંત્ર જાણતું હોવા છતાં ડ્રગ્સના કેસ કરવાનું પોલીસ ટાળી રહી છે.
રાજયમાં નાર્કોટીકસ કંટ્રોલ બ્યુરો એક જ સ્થળે કાર્યરત છે અને તેને ડ્રગ્સના વેંચાણ અંગેની પુરતી માહિતી ન મળતી હોવાના કારણે પણ ડ્રગ્સ માફીયાઓ ઠેર-ઠેર ડ્રગ્સના હાટડા બેરોકટોક શરૂ થઈ ગયા છે. ડ્રગ્સ કયાં કયાં વેંચાઈ છે તે આમ પ્રજાને પણ ખબર છે તો તંત્રને કેમ માહિતી મળતી નથી.
દાબંધી આવશ્યક છે અને તેનો કડક અમલ કરાવવો પણ જરૂરી છે. દારૂ કરતા પણ વધુ જોખમી ડ્રગ્સનો નશો હોય છે તો ડ્રગ્સને કાબુમાં તંત્ર દ્વારા કેમ કરવામાં આવતું નથી. ડ્રગ્સના નશાના કારણે આવનાર પેઢી બરબાદ થઈ જશે.
બ્રાઝીલમાં ડ્રગ્સ માફીયા જ રાજ કરે છે તેમ ગુજરાતમાં પણ બ્રાઝીલવાળી ન થાય તેની જવાબદારી કોની ? પાડોશી દેશો દ્વારા થતી આતંકવાદી પ્રવૃતિની સાથે ડ્રગ્સ ઘુસાડી યુવા પેઢીને બરબાદ કરવાનું ષડયંત્ર સામે તંત્રએ લાલ આંખ કરી ડ્રગ્સના વેંચાણ પર અંકુશ મેળવવો જરી બન્યો છે.
ગાંધીધામમાં અને રાજકોટમાં ઝડપાયેલા ચરસ અને ગાંજાનો જથ્થો કયાંથી આવ્યો તેના મુળ સુધી પહોંચવામાં પોલીસ તંત્રનો પન્નો ટૂકો પડયો છે અને એનસીબી દ્વારા પણ સ્થાનિક પોલીસને જરૂરી માર્ગદર્શન આપી આંતર રાજય અને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સના રેકેટને ભેદવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. શહેરના કુબલીયાપરા અને જંગલેશ્વર જેવા વિસ્તારો ડ્રગ્સ વેંચાણના સામાન્ય કેન્દ્ર છે. ખરેખર ગુજરાત બહારથી આવતા ડ્રગ્સનો જથ્થો ઝડપી ડ્રગ્સ રેકેટના મુળ સુધી પહોંચી અસરકારક કામગીરી બતાવવામાં પોલીસ અને એનસીબી તંત્ર નિષ્ફળ નિવડવાના કારણે ગુજરાત નઉડતા ગુજરાતથ બની રહેશે તેવી દહેશત વ્યકત થઈ રહી છે.