શહેરની ૭૭ સરકારી શાળાના ૧૫૦૦ બાળકોની આબેહુબ કૃતીઓનો રસથાળ પીરસાયો
નગર પ્રાથમીક શિક્ષણ સમીતી રાજકોટ દ્વારા અટલબિહારી વાજપેયી હોલમાં ઉડાન સપનો કી ૨૦૧૯ ત્રિદિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમનું સંપન્ન થયું છે. જં અંતર્ગત નગર પ્રાથમીક શિક્ષણ સમીતી સંચાલીત સરકારી શાળાઓ ૧પ૦૦ જેટલા બાળકોએ ૭૭ કૃતિઓ રજુ કરવામાં આવી હતી. શિક્ષિકા બહેનો દ્વારા પણ ગુરુમંત્ર સમાન વિશેષ કૃતિઓ રજુ કરવામાં આવી હતી.
આ તકે અરવિંદભાઇ રૈયાણી, મેયર બીનાબેત આચાર્ય, દલસુખભાઇ જાગાણી, કિશોરભાઇ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, ભારતીબેન રાવલ, આર.બી.ઝાલા, મુકેશભાઇ, મહેતા, કિરણબેન માંકડીયા, જદીશભાઇ ભોજાણી, અજયભાઇ પટેલ, અવધેશભાઇ કાનગડ, તથા દિનેશભાઇ સદાદિયા મહાનગરપાલિકા સહીતના મહાનુભાવો હાજર રહ્યા હતા. અને બાળકોની અદભુત કૃતિઓ જોઇ અભિભુત થયા હતા.
નગર પ્રાથમીક શિક્ષણ સમીતી દ્વારા રાજકોટના પોલીસ અધિક્ષક રાષ્ટ્રીય આર.બી.ઝાલા, ને શિલ્ડ અર્પણ કરી એમનું આ તકે જાહેર સન્માન કરવામાં આવ્યુેં હતું.રાજકોટ મહાનગર પ્રાથમીક શિક્ષણ મંડળ ના પ્રમુખ દીનેશભાઇ સદાદેયા મંડળના હોદેદારો તથા તમામ શિક્ષકો દ્વારા તકે પુલાવામા શહીદોને શ્રઘ્ધાંજલી અપી શહિદ ફાળામા ૩,૫૫,૫૫૫ ૦૨૩૪ ૦૨૩૪ ‚રૂ જેવી નોંધપાત્ર રકમનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.