સરેઆમ જાહેરનામાનો ભંગ: સુરક્ષાની દ્રષ્ટીએ અનેક ખામીઓ
ગુજરાતના ઓખા મંડળનો ૧ર૦ કી.મી.નો દરીયા કિનારો દેશનો સવથી સવેદનશીલ કીનારો ગણવામાં આવે છે. અહીં દેશની તમામ સુરક્ષા એજન્સીઓ આવેલી હોવા છતાં પણ અહી સુરક્ષા દ્રષ્ટ્રીએ અનેક ખામીઓ જોવા મળે છે.
હિરોઇન પકડાવું, હથીયાર પકડાવા, પાકિસ્તાની બાગ્લાદેશી પકડાવા પાકિસ્તાની ચાચીયાઓ દ્વારા બોટના અપહરણ થવા દારુ, જુગાર અને ખુન ખરાબા સાથે ભૂમાફીયાઓ સરેઆમ બન્યા છે. અહી નેવી, કોસ્ટગાર્ડ આર્મી જેવી દેશની ટોપ લેવલની સુરક્ષા એન્જસીઓ હોવા છતા આ કિનારો રેઠો પટ જોવા મળે છે.
આ ઓખા બંદરના કિનારા પર ભૂમાફીયાનું રાજ ચાલે છે. ઓખા માચ્છીમારી બંદર, દ્વારકા રુપણ બંદર સલાયા બંદર બેટનો ટાપુ જેવા કિનારા પર ભૂમાફીયાઓએ અનેક અનઅધિકૃત બાંધકામો જેટીઓ બનાવી કરોડો રૂપિયાના બે નંબરી ભાડા વસુલ કરી ખુલ્લે આમ જાહેરનામાનો ભંગ કરતા જોવા મળે છે.
માચ્છીમારની સીઝન શરુઆતે ૧પમી ઓગષ્ટે જાવક પરવાનગી મળે છે. ત્યારે ખરાબ હવામાનને કારણે જાવક પરમીટ ન મળતા લગભગ એક હજાર જેટલી બોટો જીલ્લા કલેકટરના જાહેરનામાના ભંગ કરી દરીયો ખેડવા જતી રહી છે. આ ગંભીર મામલે કોઇ સરકારી તંત્ર કે સુરક્ષા એન્જસીઓને જાણ કરી હોય તેમ જણાતું નથી ફીસરીશ વિભાગને પુછતા તેમણે આ અંગે સુરક્ષા એજન્સીઓને જાણ કરી હોવાનું રાબેતા મુજબ જણાવેલ સ્થાનીક માચ્છીમારો અને લોકોનું કહેવું છે કે આમને આમ ચાલ્યુ તો ઓખા મંડળનો દરીયા કિનારો મીની કાશ્મીરમાં ફેરવાય જતા વાર નહી લાગે.