મકર સંક્રાંતિ….મકર એક રાશી છે, અને સંક્રાંતિનો અર્થ થાય ગતિ.જયારે સુર્ય મકર રાશિમાં પ્રવેશે ત્યારે એ સંક્રાંતિને મકર સંક્રાતિ કહેવાય છે.આ દિવસે રાત અને દિવસ સરખા બને છે.૧૨ કલાકની રાતને ૧૨ કલાકનો દિવસ એનો અર્થ એ કે શિયાળાની મોસમ માં રાત લાંબી ટુકી થાય છે.અને ધીમે ધીમે ઉત્તર તરફ જાય છે.તેથી જ તેને ઉત્તરાયણ પણ કહે છે.મતલબ કે ઉત્તર તરફનું પ્રયાણ
વિશ્ર્વનાં સૌથી પ્રાચિન ગ્રંથ ઋગવેદમાં સુર્યમાટે પતંગ શબ્દ વપરાયો છે. આપણાં માટે તહેવાર મનોરંજનનું માધ્યમ હશે પરંતુ ખરેખરતો તહેવારો પાછળ પણ ચોકકસ વિજ્ઞાન જોડાયું છે. વિજ્ઞાનનાં સંશોધનો માટે.દબાણ માપવા, તેમજ વિજ્ઞાનનાં ઘણાં ક્ષેત્રોમાં વિજ્ઞાનનો ઉપયોગ થતો હવામાં નિયમોને ધ્યાનમાં રાખીને પતંગ તૈયાર કરવામાં આવે તો તે સહેલાઈ થી ઉડી શકે છે.પછી ભલે તે પતંગ કદમાં ગમે તેવો મોટો કે વજનનો હોય.
આનો તો પતંગોત્સવ દેશ-વિદેશનાં રંગબેરંગી પતંગો ઉડતાં જોઈએ લોકો ખાસ કરીને બાળકો મનોરંજન મેળવે છે.તો મકરસંક્રાતિએ કાપ્યો છે…..ના અવાનો આપણે કે આસપાસ સાંભળવા મળે છે. તલ,મમરા, લાડું,જીંજરા-શેરડી-બોર-ચીકી-અડદીયાની મિજબાની ધાબા-અગાસી ઉપર કુટુંબ પરિવાર દોસ્તો સાથે માણીએ છીએ.જૂના જમાનામાં લોકો પાસે કોઈ હતું. નહી ત્યારે પતંગ લુટવાનો આનંદ માણતા.
ચલી….ચલી….રે પતંગ મેરી ચલી રે…..
ચલી બાદલો કે પાર…ચલી રે……
પતંગના રસપ્રદ તથ્યો
* સૌથી મોટું પતંગનું મ્યુઝિયમ ચીનમાં આવેલું છે.૧૩ હજાર સ્કેવરફીટમાં વિસ્તરેલા આ મ્યુઝિયમાં જુદા-જુદા દેશના ઉડાડેલા બે હજારથી વધુ પતંગોનો ખજાનો છે.
*૧૯૪૭માં ભારત આઝાદ થયું એ વખતે લોકોએ પતંગ ઉડાડીને આઝાદીનો જલ્સો માણ્યો હતો.
*બીજા વિશ્ર્વયુદ્ધ વખતે વિસ્ફોટક સામગ્રી મોકલવાનાં સંકેત તરીકે પતંગનો ઉપયોગ થયો હતો.
*થાઈલેન્ડમાં તો પતંગ યુધ્ધના ૭૮ નિયમો પણ બનાવ્યા છે.
*એક સમયે ચીનમાં સાંસ્કૃતિક ક્રાંતિ દરમ્યાન પતંગ ઉડાડવા પર પ્રતિબંધ હતો.જો કોઈ પતંગ ઉડાડતા પકડાય જાયતો તેને ત્રણ વર્ષની જેલ થતીને તેનાં પતંગો નષ્ટ કરી દેવામાં આવતા.
*જાપાનમાં ૧૭૬૦માં પતંગ ઉડાડવા પર પ્રતિબંધ હતો.કારણકે લોકો કામ કરતાં પણ પતંગ ઉડાડવામાં મશગુલ રહેતા.
*વાયરલેસનાં મોજા પકડવા માટે પતંગનો ઉપયોગ કર્યોે હતો.
*જુદા-જુદા દેશનાં લશ્કરમાં તાલિમ,જાસૂસી માટે હાલ માંથી વિવિધ રીતે પતંગોનો ઉપયોગ કરાય છે.
પતંગનાં રેકોર્ડસ
જાપાનમાં એક પતંગ પ્રેમીએ એકજ દોરા ઉપર ૫ હજારથી વધુ પતંગો ઉડાડેલ.એકજ દોરી પર ૧૧,૨૮૪ પતંગો ઉડાડવાનો વર્લ્ડ રેકોર્ડ જાપાનીઝ સ્કુલના બાળકોના નામે છે.વિશ્ર્વનો સૌથી લાંબો પતંગ ૧૦૩૪ મીટર (૩૩૯૪ફુટ)નો છે.જેની સ્પીડ કલાકનાં ૧૯૩ કિ.મી.નો વાપેલી ને ધરલેન્ડમાં ૨૩૦ કિલોનો વજનદાર પતંગ પણ બનાવેલો જયારે ફાંસમાં કાચ,ફાઈબર અને લિનનનો પતંગ બનાવેલો જેની પહોળાઈ ૯મીટરની હતી.