- ગઈકાલે સતત ત્રીજા દિવસે પણ જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વીજ ચેકિંગ
- PGVCL વર્તુળ કચેરીની ચેકિંગ ડ્રાઇવ દ્વારા ગઈકાલે જામનગર શહેરના અનેક વિસ્તારોમાં વિજ ચેકિંગ કરાયું
- જામનગર શહેર અને તાલુકા તેમજ લાલપુરના ગ્રામ્ય વિસ્તારમાં 1.22થી વધુની વીજ ચોરી ઝડપાઈ
જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત સોમવારથી વિજ તંત્ર દ્વારા પુનઃવિજ ચેકિંગની કામગીરી શરૂ કર્યા બાદ ગઈકાલે સતત ત્રીજા દિવસે પણ અવિરત ચાલું રાખવામાં આવી હતી, અને જામનગર શહેર અને તાલુકા તેમજ લાલપુરના ગ્રામ્ય વિસ્તારમાં ચેકિંગ હાથ ધરી વધુ 1,22,40,000 ની વીજ ચોરી પકડી પાડવામાં આવી છે.
જામનગર PGVCL વર્તુળ કચેરીની ચેકિંગ ડ્રાઇવ દ્વારા ગઈકાલે બુધવારે જામનગર શહેરના સનસીટી, મહાપ્રભુજીની બેઠક, કાલાવડ નાકા બહારની સોસાયટી, બેડી રિંગ રોડ સોસાયટી સહિતના વિસ્તારોમાં વિજ ચેકિંગ કરાયું હતું. જ્યારે જામનગર તાલુકાના મોટી ખાવડી, નાની ખાવડી, શાપર, મોટા લખિયા, વસઈ, બેડ, અને નાઘેડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ચેકિંગ કરાયું હતું. જ્યારે લાલપુરના હરીપર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વિજ ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ ઉપરાંત ગઈકાલે કુલ 43 જેટલી વિજચેકિંગ ટુકડીને મેદાનમાં ઉતારવામાં આવી હતી. જેની મદદ માટે SRPના 12 જવાનો, 20 પોલીસ કર્મચારી તથા ત્રણ વિડિયોગ્રાફરને જોડવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગઈકાલે કુલ 580 વીજ જોડાણ તપાસવામાં આવ્યા હતા. જેમાંથી 90 વીજ જોડાણમાં ગેરરીતિ જોવા મળતાં આવા આસામીઓને કુલ રૂ.1,22,40,000ના વીજ ચોરીના પુરવણી બિલ આપવામાં આવ્યા હતા.
અનુસાર માહિતી મુજબ, જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત સોમવારથી વિજ તંત્ર દ્વારા પુન:વિજ ચેકિંગની કામગીરી શરૂ કર્યા બાદ ગઈકાલે સતત ત્રીજા દિવસે પણ અવિરત ચાલુ રાખવામાં આવી હતી, અને જામનગર શહેર અને તાલુકા તેમજ લાલપુરના ગ્રામ્ય વિસ્તારમાં ચેકિંગ હાથ ધરી વધુ 1,22,40,000 ની વીજ ચોરી પકડી પાડવામાં આવી છે. PGVCL વર્તુળ કચેરીની ચેકિંગ ડ્રાઇવ દ્વારા ગઈકાલે જામનગર શહેરના અનેક વિસ્તારોમાં વિજ ચેકિંગ કરાયું હતું.
ગઈકાલે કુલ 43 જેટલી વિજચેકિંગ ટુકડી ને મેદાનમાં ઉતારવામાં આવી હતી. જેની મદદ માટે એસઆરપીના 12 જવાનો, 20 પોલીસ કર્મચારી તથા ત્રણ વિડિયોગ્રાફર ને જોડવામાં આવ્યા હતા. આ ઉપરાંત કુલ 580 વીજ જોડાણ તપાસવામાં આવ્યા હતા.જેમાંથી 90 વીજ જોડાણમાં ગેરરીતિ જોવા મળતાં આવા આસામીઓ ને કુલ રૂપિયા 1,22,40,000 નાં વીજ ચોરી ના પુરવણી બિલ આપવામાં આવ્યા હતા.