અમેરિકાના ચાર રાજયો ઉપર ચક્રવાતની આગાહી: ફલડ એલર્ટ
ન્યુઝ વ્હીકલ ઉપર વૃક્ષ પડતા બે પત્રકારના મોત
અમેરિકાના સાઉ સ્ટેટ ફલોરિડામાં ‘અલ્બટો’ વાવાઝોડાના કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ચુકયું છે. વાવાઝોડામાં ૭૨ કિ.મી. કલાકની ઝડપે પવન ફુંકાયો છે. હવામાન વિભાગે અમેરિકાના ચાર રાજયો ઉપર ચક્રવાતની આગાહી કરી છે જેના પગલે લોકોને સુરક્ષીત સ્થળે ખસેડવા અપીલ કરવામાં આવી છે.
અમેરિકાના સાઉથ સ્ટેટ ફ્લોરિડામાં ત્રાટકેલાં અલ્બર્ટો વાવાઝોડાંના કારણે બે લોકોનાં મોત થયા છે. નોર્થ કેરોલિનામાં ન્યૂઝ વ્હિકલ પર વૃક્ષ પડવાના કારણે બે ટેલિવિઝન જર્નાલિસ્ટનાં મોત થયા છે. અલ્બર્ટો વાવાઝોડાંના કવરેજ માટે સાઉથ કેરોલિના એરિયામાં ન્યૂઝ એન્કર માઇક મેકકોર્મિક અને ફોટો જર્નાલિસ્ટ એરોન સ્મેલ્ઝર સાઉથ કેરોલિનાની ડબલ્યુવાયએફએફ-ટીવી માટે કામ કરે છે. આ બંને વાવાઝોડાંની સ્થિતિ અંગે જાણવા માટે ફાયર ચીફનું ઇન્ટરવ્યુ કર્યાની ૧૦ મિનિટમાં જ યુએસ હાઇવે ૧૭૬ પર જઇ રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી.
આ વાવાઝોડું ફ્લોરિડા બાદ યુએસ ગલ્ફ કોસ્ટ તરફ આગળ વધ્યું હતું. વેધર ડિપાર્ટમેન્ટે આજે મંગળવારે પણ અહીં ભારે વરસાદ, જમીન ધસી પડવાની આગાહી કરી છે. ફ્લોરિડા પેનહેન્ડલના લગુના બીચ પર સોમવારે મોડી રાત્રે પૂરના કારણે જમીન ધસી ગઇ હતી. ઉપરાંત આગામી દિવસોમાં ફ્લોરિડા, જ્યોર્જિયા, સાઉથ કેરોલિના અને અલ્બામામાં વધુ નાના ચક્રવાત આવવાની આગાહી છે.
નેશનલ હરિકેન સેન્ટરના જણાવ્યા અનુસાર, અબ્લર્ટોનું સેન્ટર પનામા સિટી, ફ્લોરિડાથી ૧૫ માઇલના અંતરે છે. સોમવારે વાવાઝોડાંના કારણે ૭૨ કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો હતો. અલ્બર્ટો હવે ૧૪ કિમી/કલાકની ઝડપે નોર્થ તરફ આગળ વધી રહ્યું છે. ફ્લોરિડામાં તારાજી સર્જ્યા બાદ યુએસ ગલ્ફ કોસ્ટની સ્થિતિ વધુ ખરાબ બનશે. ઓથોરિટીએ દરિયાકાંઠે વસતા લોકોને સુરક્ષિત સ્થળે ખસવાની અપીલ કરી છે.
આ ઉપરાંત દરિયામાં ૧૨ ઇંચ જેટલાં મોજા ઉછળશે, જેથી સ્વિમર્સને આગામી થોડાં દિવસો સુધી દરિયાકાંઠે સ્વિમિંગ કરવાની પણ મનાઇ કરવામાં આવી છે. સોમવારે ફ્લોરિડા, ઇસ્ટ અને સેન્ટ્રલ અલ્બામા, વેસ્ટ જ્યોર્જિયામાં ૪થી ૮ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આજે મંગળવારે પણ સાઉથ તરફ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. અલ્બર્ટો આઇલેન્ડ તરફ આગળ વધી રહ્યું છે, આ ચક્રવાતની સિસ્ટમ ધીમે ધીમે નબળી પડી રહી છે.