ઉદ્ઘાટન નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના વરદ હસ્તે કરાશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રજાસત્તાક પર્વ ૨૦૨૦ની ઉજવણી અંતર્ગત કાલે સવારે ૦૯:૦૦ કલાકે રેસકોર્ષના શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ પાસેના મેદાનમાં ફ્લાવર-શો કમ ગાર્ડન એક્ઝિબીશન ઉદઘાટન સમારોહ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમનું ઉદઘાટન રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના વરદ હસ્તે થશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર બિનાબેન આચાર્ય ઉપસ્થિત રહેશે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્ષ સંકુલમાં યોજાનાર ” ફલાવર-શો કમ ગાર્ડન એક્ઝીબીશન પ્રાકૃતિક સૌંદર્ય અને માહિતી ઉપરાંત જ્ઞાનવર્ધક મનોરંજન માટેનું એક ખૂબસૂરત નઝરાણું બની રહેશે. રેસકોર્ષના માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ પાસેના મેદાનમાં યોજાશે. આ ફલાવર-શોમાં રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકોને અવનવા ફૂલ છોડ, વન અને પર્યાવરણ સંબંધી સૌ માટે, ખાસ કરીને વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે અત્યંત ઉપયોગી બની રહેશે.
આ ફ્લાવર શોમાં વિવિધ પ્રકારના આકર્ષણ હૈયાત ચીજવસ્તુઓ વિગેરેને ધ્યાને રાખી કરવામાં આવી રહ્યા છે. અંદાજ ૭૦ પ્રકારના ફૂલછોડ, ફોલીયેઝ (રેઇનબો ઇફેક્ટ) પ્લાન્ટસ સર્કસ, હેંગીગ પ્લાન્ટસ તેમજ ફલાવર્સના પીલર વિગેરેથી સુશોભન કરવામાં આવી રહ્યું છે.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આ ફ્લાવર શો માં ચરખો કાંતતા મહાત્મા ગાંધીની કૃતિ, મીઠાના સત્યાગ્રહ, દાંડીકુચ, મહાત્મા ગાંધીના આફ્રિકાના પ્રવાસ (ટ્રેજેડી)ના સલ્પયર્સ સાથોસાથ આયુરવેદાન (હનુમાનજીની પ્રતિમા) સાથોસાથ ફ્લાવરશોના મુખ્ય આકર્ષણોમાં ફ્લાવર ડોલ (ચણીયા ચોલી), હાર્ટ, મોર, ઘડો (કુંભ), હાર્ટ સાઈન, સાઈકલ ફ્લાવર્સથી સુશોભન, હેંગીગ બાસ્કેટ, હેંગીગ બાસ્કેટ, હેંગીગ પોર્ટ વિગેરે રાખવામાં આવેલ છે.
યુવા વર્ગ પોતાના ફીટનેશને જાળવી રાખે અને સ્પોર્ટસને પ્રમોશન માળે તેવા રમત ગમતના સાધનોમાં ક્રિકેટ, ફૂટબોલ, બેડમીટન જેવી રમતોના સાધનોની મોટી પ્રતિમાઓને ફૂલોથી સજાવટ કરવામાં આવશે. આ ઉપરાંત બગીચાના પ્લોટને લગત પીલર્સ તેમજ ફ્લાવર સ્ટેન્ડમાં બાસ્કેટ દ્વારા હેંગીગ કરવામાં આવશે.
પર્યાવરણ ઉજવણી તેમજ સ્વચ્છતામાં રાજકોટ અગ્રેસર હોઈ, સ્વચ્છતા તેમજ પ્લાસ્ટિક વપરાશ ઘટાડો અને તેને વિપરીત અશારોને તાદાત્મ આપવાના ભાગરૂપે પ્લાસ્ટિક / કાગળના બેગ વપરાશની કૃતિઓ, સાથોસાથ વેસ્ટમાંથી બેસ્ટમાં ઘર વપરાશની જૂની ચીજવસ્તુ (કપડા, અન્ય ચીજવસ્તુ)માંથી તેના સુશોભન અને ફૂલછોડથી સજાવટ કરવામાં આવશે.
આ ફ્લાવર શોની સાથોસાથ શહેરના નગરજનોને ગાર્ડન ડેવલોપમેન્ટ અને સુશોભન માટે ગાર્ડન નર્સરી, એસેસરીઝ તેમજ વિવિધ વેરાયટીના ગાર્ડન ઓર્નામેન્ટલ પ્લાન્ટસના નર્સરી, વન્ય પેદાશ, અને સરકારના સાહસોના એકમોના સ્ટોલ રાખવામાં આવી રહ્યા છે. સાથો સ્થ ફૂડસ્ટોલ પણ રાખવામાં આવી રહ્યા છે.
રાજકોટવાસીઓ માટે આ સમગ્ર ‘ફલાવર-શો’ એક અનોખો અનુભવ બની રહેશે, જેમાં પ્રકૃતિને નજીકથી ઓળખવાની અને તેની ખૂબસૂરતીને માણવાની અદભૂત તક પ્રાપ્ત થશે. તા.૨૪/૦૧/૨૦૨૦ શુક્રવારના રોજ સવારે ૦૯:૦૦ કલાકે રેસકોર્ષમાં આ ‘ફલાવર-શો’નું ઉદ્ઘાટન થશે અને તા.૨૪/૦૧/૨૦૨૦ થી તા.૨૬/૦૧/૨૦૨૦ સુધી આ ‘ફલાવર-શો’ ચાલશે. દરરોજ સવારે ૯ થી ૧ અને બપોરે ૩થી રાત્રે ૧૦ સુધી યોજાનાર આ ‘ફલાવર-શો’ને માણવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, બાગ બગીચા અને ઝૂ કમિટી ચેરમેન વિજયાબેન વાછાણી, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.
રેસકોર્સ રીંગ રોડ પર હવે કાયમી રોશનીનો ઝગમગાટ
કાર્નીવલ અને કાયમી લાઈટીંગનું મુખ્યમંત્રીના હસ્તે કરાશે ઉદ્ઘાટન
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે સાંજે ૦૭:૦૦ કલાકે બહુમાળી ભવન સામે, રેસકોર્ષ રીંગ રોડ ખાતે કાર્નિવલ તેમજ લાઈટીંગ પોલ પર કાયમી લાઈટીંગ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમનુ ઉદઘાટન ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે થશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર બિનાબેન આચાર્ય ઉપસ્થિત રહેશે. તેમ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, લાઈટીંગ કમિટી ચેરમેન મુકેશભાઈ રાદડિયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયા, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું છે.
આ કામગીરી આશરે રૂ.૨૨ લાખના ખર્ચે કરવામાં આવશે. કુલ ૮૫ પોલ પર ચાર પ્રકારની ડેકોરેટીવ મોટીફ લાઈટીંગ ડીઝાઈન થશે. જે શહેરીજનોનું આકર્ષણનું કેન્દ્ર બનશે.
આ કાર્યક્રમમાં પ્રેરણાદાયી ઉપસ્થિતિ સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, પૂર્વ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર ઉપસ્થિત રહેશે.