-
રેસકોર્સ ખાતે મહાપાલિકા આયોજિત ફલાવર શો-કમ-ગાર્ડન એકઝિબિશનનું શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ઉદઘાટન
-
પર્યાવરણની લોકજાગૃતિ માટે ફલાવર શોનું આયોજન કરાયું છે: મેયર ડો. જૈમન ઉપાધ્યાય
રેસકોર્સમાં ક્રિકેટ સ્ટેડિયમની બાજુમાં રાજકોટ મહાનગરપાલીકા આયોજિત ફલાવર શો-કમ-ગાર્ડન એકઝિબિશનનું જીલ્લાના પ્રભારીમંત્રી અને રાજ્યના શિક્ષણ તા કાયદો-ન્યાયતંત્ર વિભાગના મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે .ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
જીલ્લા પ્રભારી અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે અમદાવાદના સાબરમતી નદીના રીવરફ્રન્ટની જેમ રાજકોટ શહેર માટે રીવરફ્રન્ટ બનાવવા માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ૧૧ કિ.મી. લંબાઇનું રીવરફ્રન્ટ બનાવવા જમીન ફાળવેલ છે. આ રીવરફ્રન્ટ આજી-૧ ડેમ અને આજી-ર વચ્ચે બેડીગામ પાસે બનાવવામાં આવનાર છે.
શિક્ષણમંત્રી ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે, આજના ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સામે વૃક્ષો-પર્યાવરણ જાળવણી ર્એ આ લોકજાગૃતિ કેળવવા અને સમજણ માટે કરાયેલ ફલાવર શો-કમ-ગાર્ડન એકઝિબિશન કાર્યક્રમ પ્રેરણાદાયક છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આપણા પૌરાણિક શાસ્ત્રોમાં ધાર્મિક અને સામાજિક પ્રસંગમાં આરોગ્યને સો જોડી દીધેલ છે. છોડમાં રણછોડ છે. આપણા તત્કાલીન મુખ્યમંત્રી અને આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ૧૫ વર્ષ પહેલા કલાયમેન્ટ ચેન્જ અંગે ચિંતા દર્શાવીને તેના ઉપર પુસ્તક લખીને માર્ગદર્શન અને ઉપાય આપેલ છે. પેટ્રોલ-ડીઝલ દ્વારા વધુ કાર્બન પેદા થાય છે. આપણું રાજ્ય/શહેર સુરક્ષિત છે. આનો એકજ ઉપાય છે વૃક્ષોનું વાવેતરદ્વારા પર્યાવરણની જાળવણી છે. જ્યારે દેશી ગીર ગાયના જતની માનવીને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે. ગોબર, ગોમૂત્ર આના ઉપાયો છે. વૃક્ષો આપણને કાર્બન લઇને પ્રાણવાયુ આપે છે. આજે ગ્લોબલ વોર્મિંગ અને વાતાવરણમાં કાર્બન ડાયોકસાઇડના વધેલ પ્રમાણી વરસાદ, ગરમી અને ઠંડીનું પ્રમાણ અસામાન્ય બનેલ છે. આ અસામાન્ય ઋતુને સામાન્ય બનાવવાની આવશ્યકતા છે.
તેમણે આ તકે પાણીનો કરકસરભર્યો ઉપયોગ કરીને ટેરેસ/આંગણામાં ફળ, ફુલ, શાકભાજી વાવવા અનુરોધ કર્યો હતો.રાજકોટ શહેરને સ્વચ્છ અને વિકસિત નગરી બનાવવા માટે તેમણે મેયર, મ્યુનિસિપલ કમિશ્નર અને તેમની ટીમને અભિનંદન આપ્યા હતા. તેમણે શિક્ષણ સમિતિના સભ્ય પ્રફુલ્લાબેન ગોહિલ રચિત સ્વચ્છતા વિષયક ગીતનું વિમોચન કર્યું હતું.
મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે ગત વર્ષે ફલાવર શોને મોટો પ્રતિસાદ મળ્યો હતો અને પાંચ લાખ લોકોએ લાભ લીધો હતો. તેમાંથી પ્રેરણા લઇને આ વખતે વિશાળ જગ્યામાં ફલાવર શો યોજવામાં આવેલ છે. ગ્લોબલ વોર્મિંગ સામે લોકો પર્યાવરણ તરફ વળે અને પર્યાવરણની ખેવના કરતા થાય તે આશયી આ ફલાવર શો યોજવામાં આવેલ છે.
પ્રારંભમાં મહનાગરપાલિકાના કમિશ્નર બંછાનિધી પાનીએ સૌનું સ્વાગત કરીને પર્યાવરણની જાગૃતિ માટે યોજાયેલા આ ફલાવર શોના આયોજનની વિસ્તૃત વિગતો આપી હતી. કાર્યક્રમના અંતે આભારદર્શન સયી સમિતિના ચેરમેન પુષ્કરભાઇ પટેલે કર્યું.
આ પ્રસંગે પ્રદેશ ભાજપ અગ્રણી નીતીનભાઇ ભારદ્વાજ, ગુજરાત મ્યુનિ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, મહિલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, નાયબ મેયર ડો. દર્શિતાબેન શાહ, ધારાસભ્યો ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, જીલ્લા કલેકટર ડો. વિક્રાંત પાંડે, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા,શાસક પક્ષના દંડક રાજુભાઇ અઘેરા, બાગ-બગીચા-ઝુ કમીટીના ચેરમેન દેવુબેન જાદવ, અગ્રણીઓ સર્વ ભીખાભાઇ વસોયા, દેવાંગભાઇ માકડ, કિશોરભાઇ રાઠોડ, નરેન્દ્રસિંહ જાડેજા, વિજયભાઇ ડોબરીયા, વિવિધ કમીટીના ચેરમેનઓ, કોર્પોરેટરો, શહેરના નાગરિક ભાઇ-બહેનો વગેરે ઉપસ્તિ રહયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે તા. ૪ ફેબ્રુઆરી સુધી ચાલનાર આ ફલાવર શો-કમ-ગાર્ડન એકજિબિશનમાં વિવિધ પ્રકારના રંગબેરંગી પુષ્પો, લતાઓ, પુષ્પોથી બનાવેલા પ્રાણીઓ-પક્ષીઓની પ્રતિકૃતિઓ, અવનવા આકારો, મેડિસિનલ પ્લાટસ સહિત ૭૦ થી વધુ જાતના પ્લાટસનું શુશોભન કરવામાં આવેલ છે. તેમજ આ ફલાવર શોમાં આપણા પ્રમ જ્યોતિર્લીંગ સોમના મહાદેવ મંદિરની પ્રતિકૃતિ પુષ્પોની સજાવટી કરેલ છે જે આકર્ષણનું કેન્દ્ર બનેલ છે.