શ્રાવણ માસના છેલ્લા સોમવારે શિવભકતો શિવજીની આરાધના, અર્ચના અને પૂજા વિધીમાં હોંશભેર સામેલ થઇ શિવજીને રીઝવવા માણાવદર દુધેશ્વર મહાદેવ મંદિરે શોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરીને શિવજીના દર્શન કરવા ભક્તો આવ્યા હતા શિવસંકલ્પ સાથે શિવજીના નારા ગુંજવ્યા હતા
માણાવદર ના બસ સ્ટેશન રોડ ઉપર આવેલ દુધેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના અંતિમ સોમવારે શિવજીને ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો હિન્દુ સમાજ ના અતિ પવિત્ર માસ એટલે શ્રાવણ માસ શ્રાવણ માસ માં નાના થી માંડી ને મોટેરાઓ બધા શિવ ભક્તિમાં લીન થય જાય છે
શ્રાવણ માસના અંતિમ સોમવારે માણાવદર દુધેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવજીને ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો આ શણગાર સ્વ. મનુભા કરશનજી ચાવડા ના પૌત્ર રવિરાજસિંહ ચાવડા દ્વારા તમામ શણગાર નો ખર્ચ આપવામાં આવ્યો હતો શ્રાવણ માસના અંતિમ સોમવારે દુધેશ્વર મહાદેવ મંદિરે ફૂલોનો શણગાર જોવા માટે શિવ ભક્તોની ભીડ જામી હતી આ શણગાર દુધેશ્ર્વર યુવક મંડળ ના યુવાનો દ્રારા કરવામાં આવ્યો હતો